જામનગરમાં ફોરવ્હીલની હડફેટે બાઇકચાલક ઘવાયો

  • January 17, 2023 10:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મોરકંડા રોડ, અનમોલ સોસાયટીમાં રહેતા ગેરેજના ધંધાર્થી શમસેર અબ્દુલ રજાક શેખ ઉ.વ.૪૨ એ અજાણ્યા ફોરવ્હીલના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, ગત તા. ૧૨ના બપોરના સુમારે સોસાયટીમાં ફોરવ્હીલ ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરીયાદીની બાઇક સાથે ભટકાડી પગ અને ઢીચણના ગોળામાં ઇજા કરી નાશી ગયો હતો.


બીજા બનાવમાં કાલાવડના કાશ્મીરપરામાં રહેતા કલરકામ કરતા યુનુસ રહેમભાઇ બેલીમ ઉ.વ.૫૮એ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સામે ફરીયાદ કરી હતી કે, તા. ૧૬ રાત્રીના જસાપરની આગળ આરોપીએ બેદરકારીથી વાહન ચલાવી ભોગ બનનારને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application