AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, નહી છોડવું પડે પોતાનું ઘર

  • October 17, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘર મામલે વિવાદ ચાલી રહ્યો છે. પાન આજે તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ રાઘવ ચઢ્ઢા તેમના હાલના ટાઈપ-7 સરકારી બંગલામાં રહી શકશે. કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અનુપ જે. ભંભાણીએ જણાવ્યું હતું કે રાજ્યસભા સચિવાલય સામે નીચલી અદાલતે આપેલો સ્ટે ઓર્ડર અકબંધ રહેશે. તેના નિર્ણય સાથે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ તેમની વચગાળાની રાહત માટેની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી આ સ્ટે અમલમાં રહેશે.


પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો અને નીચલી કોર્ટે રાજ્યસભા સચિવાલયના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં AAP નેતા રાઘવ ચઢ્ઢાના વકીલે કહ્યું હતું કે પંજાબમાંથી તેમને જે ધમકીઓ મળી રહી છે તેના કારણે તેમને Z Plus સુરક્ષા મળી છે, તેનો અર્થ એ નથી કે દિલ્હીમાં સુરક્ષા ઓછી કરવામાં આવે. દિલ્હીમાં પણ ચઢ્ઢાનો જીવ જોખમમાં છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મને શંકા છે કે મારા લગ્ન સમયે મને હેરાન કરવાના ઈરાદાથી આવું જાણી જોઈને કરવામાં આવ્યું છે.


રાઘવ ચઢ્ઢાની સુનાવણી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ રાજ્યસભા સચિવાલયના વકીલને કહ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે.


રાઘવ ચઢ્ઢાએ નીચલી કોર્ટના 5 ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચઢ્ઢા એ દાવો કરી શકતા નથી કે ફાળવણી રદ થયા પછી પણ તેમને સરકારી બંગલામાં રહેવાનો અધિકાર છે કારણ કે તેઓ રાજ્ય સભા સાંસદ છે. ચઢ્ઢાએ કહ્યું હતું કે તેઓ રાજ્યસભાના સાંસદ હોવાથી તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સરકારી બંગલામાં રહી શકે છે. નીચલી અદાલતે 18 એપ્રિલે આપેલા વચગાળાના આદેશને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application