મહુવા-સુરત-મહુવા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન

  • December 07, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવા, રાજુલા, સાવરકુંડલા, બોટાદ પંથકના મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ મહુવા અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેન મહુવાથી દર ગુરુવાર અને શનિવારે બપોરે ૧૩.૧૫ કલાકે દોડશે. આ ટ્રેનને ૦૭ ડિસેમ્બર, ૨૦૨૩ થી ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ટ્રેન નંબર ૦૯૧૧૨/ ૦૯૧૧૧ મહુવા- સુરત- મહુવા એક્સપ્રેસ પૈકી ટ્રેન નંબર ૦૯૧૧૨ મહુવા- સુરત દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન મહુવાથી દર ગુરુવાર અને શનિવારે બપોરે ૧૩.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે ૦૨.૩૦ કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન ૦૭ ડિસેમ્બર, ૨૦૨૩ થી ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી મહુવાથી દોડશે.તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૧૧૧ સુરત- મહુવા દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન દર બુધવાર અને શુક્રવારે સુરતથી રાત્રે ૨૨.૦૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૧૦ કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન ૦૬ ડિસેમ્બર, ૨૦૨૩ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી સુરતથી મહુવા સુધી દોડશે.આ ટ્રેન બંને દિશામાં રાજુલા જં., સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, ગાંધીગ્રામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, નોર્મલ ચેરકાર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ થાય છે.ટ્રેન નંબર ૦૯૧૧૨ અને ૦૯૧૧૧નું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને ઈંછઈઝઈ  વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application