ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો

  • April 13, 2023 12:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનુ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ. 


આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામ માંથી ૨૮ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અતિથિ વિશેષગણ એ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. 


આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસસર, ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમ ઇરફાનભાઇ ઘાંચી તથા એપીએમ મેડમ વૈષ્ણવીબેન, એફએલસી કાઉન્સેલર મલેક, એસ.બી.આઇ ભાવનગરના એલ.ડી.એમ ગૌતમકુમાર ચૌહાણ, તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડ, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટીશ્રી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસીસ્ટન્ ઇશાનભાઇ કલીવડા તથા જયેશભાઇ ગોહિલ, તેમજ  સ્ટાફ ડી. જી. પઠાણ અને સંજયભાઇ શુક્લ તેમજ ગેસ્ટ ફેકલ્ટી માલાબેન ત્રિવેદી હાજર રહયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application