વાલીઓએ ચેતવા જેવો કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે. સ્કૂલમાંથી રમવા આપેલા રમકડાની બેટરી ફાટતા ધો.2માં ભણતા વિદ્યાર્થીને આંખે અને શરીરના ભાગે ઈજા પહોંચી હતી. જો કે, સારવાર દરમિયાન બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. રમકડાની અંદર લિથિયમ બેટરી હતી જે ફાટી હતી અને દુર્ઘટના થઈ હતી.
આ બનાવ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બન્યો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 2ના વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટતા એક વિદ્યાર્થીને આંખ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. હાલ આ બાળકને પ્રથમ સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ધોરણ- 2માં ભણતા બાળકને રમકડું રમતા લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે મા ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું. જેમાં વિરેન્દ્રસિંહ ઠાકોર નામનો એક વિદ્યાર્થી ઘરે આ રમકડું રમી રહ્યો હતો. એ દરમિયાન રોબોટિક રમકડામાં રહેલી લિથિયમ બેટરી ફાટી હતી. જેના કારણે વિરેન્દ્રસિંહની આંખ તેમજ શરીરના ભાગ પહોંચી હતી.
આ ઘટના બનતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને બાળકને સારવાર માટે પ્રથમ અમદાવાદ ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બે દિવસ અગાઉ બનેલા આ બનાવમાં બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMમુકેશ અંબાણી હવે આ કંપનીના પણ બન્યા બોસ, રિલાયન્સે ₹3750000000 માં ખરીદ્યી
December 28, 2024 10:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech