બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને ન્યાયતંત્રના પ્રમુખના પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારીઓએ શનિવારે ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. જે બાદ મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયાધીશોને બપોરે 1 કલાક સુધીમાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટ સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમને હાલની પરિસ્થિતિ વચ્ચે દેશભરની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટના ન્યાયાધીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ રાજીનામું આપશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ચીફ જસ્ટિસે કહ્યું કે, એ તેમનો નિર્ણય છે.
મળતી માહિતી અનુસાર, ચીફ જસ્ટિસે ફુલ કોર્ટ મીટિંગ બોલાવી હતી, જેનાથી પ્રદર્શનકારીઓ ભડક્યા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધવા લાગ્યા. અબ્દુલ મુકદ્દિમ નામના પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે, મુખ્ય ન્યાયાધીશ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવાનું કાવતરું કરી રહ્યા છે.
મુકદ્દિમે ડેઈલી સ્ટારને જણાવ્યું હતું કે, "ફાસીવાદીઓ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ અમે મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવા દબાણ કરવા માટે સુપ્રિમ કોર્ટ પરિસરમાં આવ્યા છીએ,". વચગાળાની સરકારના રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે પણ "ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનનું બિનશરતી રાજીનામું" અને ફુલ કોર્ટ મીટિંગને રદ કરવાની માંગ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તણાવ વચ્ચે ચીફ જસ્ટિસે જજોની મીટિંગ સ્થગિત કરી દીધી હતી.
મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બન્યા
પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે, જો તેઓ રાજીનામું નહીં આપે તો તેઓ ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનના નિવાસસ્થાનો પર હુમલો કરશે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ત્યાં મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકાર બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech