બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર તેની નવી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ એક્શન અવતારમાં જોવા મળશે. હવે અક્ષય કુમારે ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે હાથમાં બંદૂક પકડીને એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે ખુલાસો કર્યો કે તેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર કયા દિવસે રિલીઝ થવાનું છે.
જીહા, ખિલાડી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પોસ્ટરની ઝલક બતાવી છે. જેમાં અક્ષય કુમારની સાથે ટાઈગર શ્રોફ પણ જોરદાર લુકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં અક્ષય કુમાર બ્લેક ટી-શર્ટ પર બુલેટપ્રૂફ જેકેટ પહેરેલો જોવા મળે છે. તેના બંને હાથમાં બે મોટી બંદૂકો છે. જ્યારે કે ટાઇગર શ્રોફે એક્શન મોડ સાથે હાથમાં બંદૂક પકડેલી જોવા મળે છે. એ પોસ્ટર પરથી અંદાજ લગાવવામાં આવે છે કે 'બડે મિયાં છોટે મિયાં'માં એક્શનનો ડબલ ડોઝ જોવા મળી શકે છે.
આપને જણાવી દઇએ કે, 'બડે મિયાં છોટે મિયાં'નું પોસ્ટર શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું કે, 'અમે અમારું મનપસંદ કામ એટલે કે મોટા પડદા પર એક્શન કરવા માટે તૈયાર છીએ. આ સાથે અક્ષય કુમારે જણાવ્યું કે તેની ફિલ્મનું ટીઝર 24 જાન્યુઆરીએ રિલીઝ થશે અને ફિલ્મ ઈદના અવસર પર સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની જાહેરાત ગત વર્ષે મે મહિનામાં કરવામાં આવી હતી. આ સાથે જ એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો હતો કે જેમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ દમદાર એક્શન કરતા જોવા મળ્યા.
ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું શૂટિંગ દેશમાં તો કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિદેશમાં પણ શૂટિંગ કરાયું છે. સ્કોટલેન્ડ, લંડન અને યુએઇ સહિતના દેશોમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર છે. જે અગાઉ 'ટાઈગર ઝિંદા હૈ' અને 'સુલતાન' જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. ત્યારે હાલ તો ખિલાડી અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફના એક્શન અવતારને જોવા માટે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની રાહ જોવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારાય
May 09, 2025 02:53 PMકુછડી નજીક મીનીબસ હડફેટે ભાઇની નજર સામે બહેનનું નિપજ્યુ કણ મોત
May 09, 2025 02:45 PM‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech