તલગાજરડા ખાતે હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં એવોર્ડ અર્પણ સમારોહ યોજાશે

  • March 31, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

આગામી તારીખ ૪-૫-૬ એપ્રિલ દરમ્યાન  ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે મોરારિબાપુની સંનિધિમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. પ્રતિવર્ષ યોજાતા હનુમાન જન્મોત્સવના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે વિવિધ ક્ષેત્રના તેર મહાનુભાવોની એવોર્ડથી વંદના કરવામાં આવશે. 


જેમાં સંજય ઓઝા (અવિનાશ વ્યાસ એવોર્ડ) વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ) અજીત ઠાકોર (વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ) ડૉ નિરંજના વોરા (ભામતી, (સંસ્કૃત) એવોર્ડ) સ્વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) ચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ) અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ) સુનીલ લહેરી (હિન્દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ) જેકી શ્રોફ (હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ) વિદુષી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ,નૃત્ય, હનુમંત એવોર્ડ) ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ) પંડિત રાહુલ શર્મા (સંતુર,શાસ્ત્રીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ) પંડિત ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ) મુખ્ય છે. 


આ ઉપરાંત તારીખ ૪-૪-૨૩ની રાત્રિએ ૮ વાગ્યે પંડિત  ઉદય ભવાલકર દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ કરવામાં આવશે જેમાં ચિંતન ઉપાધ્યાય(ગાયન) અને પ્રતાપ અવાડ (પખાવજ) સંગતી કરશે. એ જ ક્રમમાં તરીખ ૫-૪-૨૩ની રાત્રિએ ૮ વાગ્યે શાસ્ત્રીય વાદ્યસંગીત શ્રેણી અંતર્ગત પંડિત રાહુલ શર્મા દ્વારા સંતુરવાદન પ્રસ્તુત થશે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી સંગતિ કરશે. તારીખ ૬-૪-૨૩ એટલે હનુમાન જ્નોત્સવનો શુભ દિવસ. સવારે ૮.૩૦ કલાકે  ચિત્રકૂટધામ ખાતે સુંદરકાંડનો પાઠ થશે અને હનુમાનજીની આરતી થશે. એ પછી વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારબાદ એવોર્ડ અર્પણવિધિ થશે 


અંતમાં હનુમાન જન્મોત્સવ સંદર્ભે બાપુ દ્વારા પ્રાસંગિક અભિવ્યક્તિ કરવામાં આવશે. રાત્રિ કાર્યક્રમો ચિત્રકૂટધામની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે અને એવોર્ડ વિતરણ સમારોહનું અસ્થા ટીવી પર પ્રસારણ થશે. તેમ વિગતો આપતા કૈલાસ ગુરુકુળ મહુવાથી જયદેવ માંકડે જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application