અંગ્રેજોએ સમજી વિચારીને કરેલી રણનિતી 'ભાગલા પાડો અને રાજ કરો'ની સાથે ભારતીયો પર શાસન કરતા રહ્યા. બાદમાં ભારત છોડતી વખતે એવું વિભાજન સર્જ્યું કે જે ભારતમાતાના હૃદયમાં નાસૂરની જેમ ખુંચી ગયું છે. જ્યારે પણ આપણે આઝાદી પહેલાના દિવસો એટલે કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની વાત કરીએ છીએ, ત્યારે આપણને દેશના બે ભાગોમાં વિભાજીત થવાની અને લાખો નાગરિકોના જીવ ગુમાવવાની ઘટના યાદ આવે છે.
ઈતિહાસકારો જણાવે છે કે, અંગ્રેજોએ ખૂબ જ ઉતાવળે ભારત અને પાકિસ્તાનના ભાગલા કર્યા હતા. ત્યારે છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન ઇચ્છતા હતા કે બંને દેશોને કોઈક રીતે વિભાજિત કરવામાં આવે જેથી તેમની આંતરિક શક્તિ નબળી પડી જાય. તેમને ભારત અને પાકિસ્તાનના નાગરિકોની જરા પણ ચિંતા નહોતી. તે કોઈપણ રીતે બ્રિટિશ સૈનિકોને ભારતમાંથી હાંકી કાઢવાની ઉતાવળમાં હતો. એટલું જ નહીં, બંને દેશો વચ્ચે વિભાજનની રેખા દોરનાર બ્રિટિશ ઓફિસર સિરિલ રેડક્લિફ થોડા સપ્તાહ પહેલા જ ભારત આવ્યા હતા. તેમણે ધાર્મિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિને સમજ્યા વગર જ, એક રેખા દોરીને બે દેશ બનાવી દીધા.
14 ઓગસ્ટના પાકિસ્તાનને મળી હતી આઝાદી
સિરિલ રેડક્લિફ દ્વારા દોરવામાં આવેલી આ એક રેખાએ બંને દેશોના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ક્યારેય ન સમાપ્ત થતી ખીણ ઊભી કરી છે. અંગ્રેજોએ 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કર્યો અને ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતાની ઉજવણી કરી. પરંતુ 14મી ઓગસ્ટ ભારત માટે ખૂબ જ ખરાબ દિવસ હતો. આ એ દિવસ હતો જ્યારે લાખો લોકો અહીંથી પાકિસ્તાન તરફ સ્થળાંતર કરી રહ્યા હતા અને ત્યારે પાકિસ્તાનમાંથી લાખો લોકો લાહોર જતા રહ્યા હતા. આ અફવાઓનો એવો સમય હતો કે, રમખાણો, લૂંટફાટ, મહિલાઓ સાથેની અભદ્રતા અને નરસંહાર દ્વારા માનવતા શર્મશાર થઈ ગઈ હતી.
ભારતે જોયો ખરાબ સમય
અંગ્રેજ સરકારે વિભાજનની કિંમતે ભારતને આઝાદીની ખુશી સોંપી હતી. 14 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. 15મી ઓગસ્ટની સવારે આ લોકો ટ્રેનો દ્વારા ઘોડા, ખચ્ચર અને પગપાળા પોતાની માતૃભૂમિથઈ બીજા દેશમાં જઈ રહ્યા હતા. પાકિસ્તાનથી હિંદુસ્તાન અને હિંદુસ્તાનથી પાકિસ્તાન આવનાર ચહેરાઓ પરથી જાણે રંગ ઉડી ગયા હતા. માથા પર પોટલી, ખુલ્લા પગ, તેમની આંખોમાં તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટના સાથે આ લોકો કોઈ રીતે બે દેશો વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech