દેશના 66.9 કરોડ લોકોના પ્રાઇવેટ ડેટાની હરાજી, ગુજરાતના લાખો લોકો સહિત નામી કંપનીઓના ડેટાની ચોરી

  • April 02, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ થોડા મહિનાઓ પહેલાં જ દિલ્હીના એઇમ્સ હોસ્પિટલ પર સાઇબર એટેક થયો હતો અને સાઇબર ક્રિમીનલસે કેટલોક ડેટા ચોરી લીધો હતો ત્યારે ફરીવાર એક મોટા સાઇબર ક્રાઇમ નેટવર્કનો તેલંગાણાના સાયબરાબાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. સાયબરાબાદ પોલીસે તેની પાસેથી 66.9 કરોડ લોકો અને કેટલીક કંપનીઓનો ડેટા મેળવ્યો છે. આ ડેટા દેશના 24 રાજ્યો અને 8 મેટ્રોપોલિટન શહેરોની 104 કેટેગરીમાં જણાવવામાં આવી રહ્યો છે.

એક અહેવાલ મુજબ, આ વ્યક્તિ આ ખાનગીને ગેરકાયદેસર રીતે કાઢી તેને વેચી દેતો હતો. 

સૂત્રો મુજબ આ શખ્સ પાસેથી બાયજુસ અને વેદાંતુના વિદ્યાર્થીઓનો ડેટા પણ હતો. આ સિવાય 8 મેટ્રો શહેરોમાં કેબનો ઉપયોગ કરતા 1.84 લાખ લોકોનો ડેટા પણ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હતો. એટલું જ નહીં, 6 શહેરો અને ગુજરાતના 4.5 લાખ નોકરીયાત લોકોનો ડેટા પણ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હતો.


કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પાસેથી ઘણી મોટી કંપનીઓનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. જેમાં GST, RTO, Amazon, Netflix, YouTube, Paytm, PhonePe, Big Basket, Book My Show, Instagram, Zomato, Policy Bazaar, Upstock જેવી ઘણી મોટી કંપનીઓના નામ સામેલ છે.

સાયબરાબાદ પોલીસે જણાવ્યું હતું કે આરોપીના સંપર્કમાં ઘણા લોકો, સરકારી કર્મચારીઓ, પાન કાર્ડ ધારકો, 9-10-11-12ના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, દિલ્હીના વીજ ગ્રાહકો, ડી-મેટ એકાઉન્ટ ચલાવતા લોકો સહિત ઘણા લોકો આરોપીના સંપર્કમાં હતા. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોના મોબાઈલ નંબર, ડેટા પણ પ્રાપ્ત થયો છે.


પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિનય ભારદ્વાજ તરીકે થઈ છે. આરોપી ઈન્સ્પાયરવેબઝ નામની વેબસાઈટ દ્વારા હરિયાણાના ફરીદાબાદથી પોતાનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ક્લાઉડ ડ્રાઇવ લિંક્સ દ્વારા તેના ગ્રાહકોને ડેટા વેચતો હતો. તેને આ ડેટા આમિર સોહેલ અને મદન ગોપાલ પાસેથી મળ્યો હતો.

ધરપકડ અંગે માહિતી આપતા પોલીસે કહ્યું કે આરોપીઓ પાસેથી NEETના વિદ્યાર્થીઓનો ડેટા પણ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ અને બે લેપટોપ પણ કબજે કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application