મેલેરિયા વિરોધી માસ અંતર્ગત રાજકોટ મનપાએ 286 પ્રિમાઇસીસને ફટકારી નોટીસ

  • June 21, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. ચોમાસાના ચાર મહિના મચ્છરજન્ય રોગચાળોમાં વધારો નોંઘાય છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો સમાવેશ થાય છે. આ રોગો આપણને મચ્છરના કરડવાથી થાય છે, આ મચ્છરો આપણા ઘરમાં જ કે ઘરની આજુબાજુમાં જ્યાં ચોખ્ખા પાણીનો સંગ્રહ થાય છે. ત્યાંથી ઉત્પન્ન થાય છે પછી તે વરસાદનું પાણી હોય કે ઘરમાં ભરવામાં આવેલું કોઈ પણ પાણી હોય. જે પાણી હવાના સંપર્કમાં હોય છે, ત્યાં મચ્છર આવીને ઈંડા મુકે છે અને ત્યાંથી નવા અસંખ્ય મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટેના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વગેરે..  આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે.  આપણા ઘરમાં જ આપણો દુશ્મન મચ્છર પેદા થાય છે અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.


મેલેરિયા મુક્ત ગુજરાત અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છરર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ, ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્યટ શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત સાર્થક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. 
​​​​​​​

આથી ખાસ કરીને ચોમાસા ઋતુને ઘ્યાનમાં રાખીને આરોગ્ય શાખા મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.૭/૬/૨૦૨૩ અને તા.૧૭/૬/૨૦૨૩ દરમ્યાન પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવા ભંગાર અને ટાયરના વેપારીઓ, બાંઘકામ સાઇટ, હોટેલ – રેસ્ટોરેન્ટ, મોલ – સિનેમા વગેરે પ્રિમાઇસીસ ને ત્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી ૫રિસ્થિતી જોવા મળે તો કાયદાકીય રીતે નોટિસ ઇસ્યુ કરી મચ્છર ઉત્પત્તિ સ્થાનો ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારરોમાંથી ૨૭૭ બાંઘકામ સાઇટ, ૧૦૯ ભંગારના ડેલા / પંચરની દુકાન, ૧૭૬ સેલર / કોમ્પ્લેક્ષ, ૩૩ મોલ / કિરાણા મોલ / સિનેમા, ૧૮૮ હોટેલ – રેસ્ટોરેન્ટ તથા અન્ય ૨૧૨ પ્રિમાઇસીસ સહિત ૯૯૫ પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્‍૫તિ સબબ તપાસ મચ્છીર ઉત્‍૫તિ અથવા મચ્છર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિ્તી જોવા મળતા મળી આવતા ૨૮૬ પ્રિમાઇસીસને નોટીસ આ૫વામાં આવી છે. 

 
 
મચ્છર ના થાય તે માટે ચોમાસામાં ખાસ કરીને મચ્છરનો ઉપદ્રવ વધતો હોવાથી તે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ઘરમાં કે ઘરની આજુબાજુમાં કે ધાબાં પર સહેજ પણ વરસાદનું પાણી જમા ન થાય, જો આ વરસાદનું પાણી જમા થતું હોય તો તાત્કાલિક રીતે તેને કાઢી નાખવું જોઈએ, પક્ષીકુંજ ચોમાસામાં ના મુકવા જોઈએ, જો મુક્યા હોય તો હવે તે સાફ કરી ને ઘરમાં લઈ લેવા જોઈએ. અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી હવાચુસ્ત ઢાંકણ થી બંધ  રાખવી જોઈએ, ઘરમાં મની પ્લાન્ટ , કુંડા, એરકુલર નું પાણી નિયમિત સાફ રાખવું જોઈએ, ધાબા પર નો ભંગાર કાઢી નાંખવો જોઈએ, આમ, જ્યાં પણ વરસાદ નું એક ચમચી પણ પાણી જમા થવાની શક્યતા હોય કે  ઘરમાં જ્યાં પાણી જમા થતું તે દરેક વસ્તુ ની  નિયમિત સાફ સફાઈ કરવી જોઈએ. ટાયર પંકચરની દુકાનો, ગેરેજોમાં ટાયરો તેમજ ભંગાર વગેરેમાં વરસાદી પાણી ભરાવાથી મચ્છર ઉત્પન્ન થાય છે જે સાફ કરાવી ઢાંકીને રાખવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application