દારુ કૌભાંડમાં પહેલીવાર અરવિંદ કેજરીવાલનું પણ નામ, EDએ ફાઈલ કરી ચાર્જશીટ

  • February 03, 2023 07:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અરવિંદ કેજરીવાલે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા : દારુ કાંડમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પણ સામેલ હોવાનો આરોપ



દિલ્હીના દારુ કૌભાંડમાં પહેલીવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ સામે આવ્યું છે. ઈડીએ (ED) દિલ્હીના મુખ્યમંત્રી પર દારુ કૌભાંડના આરોપીઓ સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ઈડીએ ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાની સાથો સાથ તેમના નજીકના વિજય નાયર પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે. જો કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, એજન્સી દ્વારા ફાઈલ કરવામાં આવેલા કેસ નકલી છે અને તેનો ઉદ્દેશ સરકારને તોડી પાડવાનો છે.


ઈડીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની સરકારના અન્ય સભ્યોની વિરુદ્ધ ચાર્જશીટ સિસોદિયાના સચિવ સી અરવિંદના નિવેદનોના આધારે દાખલ કરવામાં આવી છે. પીએણએલએ કોર્ટે ગુરુવારે ચાર્જશીટનું સંજ્ઞાન લીધુ હતુ અને તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપો નક્કી કરવા માટે મંજૂરી આપી હતી. ચાર્જશીટ વિજય નાયર, ઈન્ડોસ્પિરિટ્સના પ્રમુખ સમીર મહેન્દ્રુ સહિત અન્ય આરોપીઓ અને કેટલીક કંપનીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.


અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દિલ્હીની નવી આબકારી નીતિથીનો ફાયદો ઉઠાવી રહેલાં લિકર કાર્ટેલ પાસેથી 100 કોરડ રુપિયાની કથિત લાંચની જાણકારી મળી છે. આ લાંચના રુપિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દારુ કાંડના સૂત્રધાર દિલ્હી સરકારના મંત્રી હતી. એજન્સીએ જણાવ્યું કે, કેટલીક ગધિવિધિઓની મદદથી રોકડનો એક ભાગ શોધી કાઢવામાં આવ્યો છે. ઈડીએ કહ્યું કે, દારુ કૌભાંડમાં મળેલા 100 કરોડ રુપિયાનો ઉપયોગ આપે ગોવા ચૂંટણીમાં કર્યો હતો. આ મામલે ઈડીએ પોતાની બીજી ચાર્જશીટમાં દાવો કર્યો છે એમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પણ આરોપી છે.


અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં આરોપી અને તેમના સહયોગી દ્વારા મોટા પાયે પુરાવા નષ્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સિસોદિયાએ અનેકવાર પોતાના ફોન બદલ્યા અને બીજાના નામે લેવાયેલા સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. ઈડીએ કહ્યું કે, નોંધવામાં આવેલા નિવેદનોમાં દાનિક્સ અધિકારી અરવિંદે કહ્યું કે, તેમને તેમના બોસ સિસોદિયા દ્વારા કેજરીવાલના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં એક બેઠકમાં તેમને આબકારી નીતિ પર મંત્રીઓનો રિપોર્ટનો એક મુસદ્દો સોંપવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, આ બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ હાજર હતા. જૈન હાલ મની લોન્ડરિંગ કેસમાં જેલની અંદર બંધ છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીની ચાર્જશીટને નકારતા કહ્યું કે, હાલની સરકારના કાર્યકાળમાં તેણે 5000 આરોપપત્ર દાખલ કર્યા છે. કેટલાંક લોકોને સજા ફટાકરવામાં આવી. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા તમામ કેસ નકલી છે અને તેનો ઉપયોગ સરકારને તોડી પાડવા કે પછી બનાવવા માટે કરવામાં આવે છે. ઈડી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કેસ નોંધતી નથી. તેઓ આવું ધારાસભ્યોને ખરીદવા માટે, સરકારને તોડી પાડવા માટે કરે છે. ઈડીના આરોપપત્ર પર પણ એક સવાલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application