દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં રાઉઝ એવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા બાદ કેજરીવાલને આજે ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલ હાલમાં CBI અને ED કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. મની લોન્ડરિંગ કેસમાં 11 માર્ચે ED દ્વારા અને ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા 26 જૂને તેમની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે અને CBI કેસ સાથે સંબંધિત જામીન અરજી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
અગાઉ 12 જુલાઈના રોજ, કોર્ટે સીબીઆઈ દ્વારા તપાસ કરી રહેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી. કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી તે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કેસોના સંબંધમાં હાજર થયો હતો.
બીજી બાજુ, દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં એક્સાઈઝ પોલિસી બાબત સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવ્યો હતો. કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. સીબીઆઈએ કહ્યું કે, કાયદા હેઠળ સંપૂર્ણ પુરાવા ઉપલબ્ધ થયા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પરનો આદેશ પણ અનામત રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના સામાન્ય વર્ગમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, રેલવેની આ યોજના મુસાફરીને બનાવશે સરળ
November 24, 2024 07:31 PMસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech