દક્ષિણ કઝાકિસ્તાનના તુર્કસ્તાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંથી ૨૦૦૦ વર્ષ જૂની કબરોમાંથી ઘણાં ઝવેરાત અને હથિયારો મળી આવ્યા છે. આ સમાચાર ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. પુરાતત્વવિદોને લગભગ ૨,૦૦૦ વર્ષ જૂની કબરોમાં સોનાના આભૂષણો, મોટો કાંસાનો અરીસો મળ્યો છે. આ કલાકૃતિઓ કાંગજુ રાયના સમયથી હોવાનું માનવામાં આવે છે જેણે પૂર્વે પાંચમી સદી અને ચોથી સદી એડી વચ્ચે પ્રદેશ પર શાસન કયુ હતું.
કઝાકિસ્તાનની ઓઝબેકલી ઝાનીબેકોવ યુનિવર્સિટીના પુરાતત્વવિદો અને સ્થાનિક સરકારી પુરાતત્વવિદોની ટીમને તુર્કસ્તાનના ઓર્દાબાસિન્સ્કી જિલ્લામાં એક કબરમાંથી આ વસ્તુઓ મળી આવી છે.
પ્રાદેશિક સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વસ્તુઓ એ યુગની ઉત્કૃષ્ટ્ર કારીગરી દર્શાવે છે યારે કાંગજુ રાયનો પ્રાચીન રોમ, પ્રાચીન ચીન અને દક્ષિણમાં કુશાન સામ્રાય સાથે વેપાર થતો હતો. ખોદકામમાં મળી આવેલ કાંસાનો અરીસો ચીનના હાન રાજવશં (૨૦૬ બીસીથી ૨૨૦ એડી) ની અરીસા બનાવવાની શૈલીમાં બનાવવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન અને દક્ષિણી ઉરલ પ્રદેશમાં પણ સમાન અરીસાઓ મળી આવ્યા છે, અને એવું માનવામાં આવે છે કે તેને શ્રીમતં અને પ્રભાવશાળી સ્ત્રીઓ સાથે દફનાવવામાં આવ્યા હતા, તેમજ કબરમાં એક રોમન–શૈલીનું બ્રોચ હતું જેને ફાઈબ્યુલા કહેવાય છે, કેટલાક મોટા અને નાના મોતી, એક માટીનો જગ, એક બેલ્ટ બકલ, એરોહેડ અને બે સોનાની બુટ્ટી મળી આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech