ભુજમાં ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા ૧૫ વર્ષથી ફરાર નાસતા ફરતા આરોપીને ભાણવડના કલ્યાણપર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

  • January 12, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ,સલીમભાઇ નોયડા,ભરતભાઇ ડાંગર,કાસમભાઇ બ્લોચને મળેલ બાતમી મળેલ કે પશ્ચિમ કચ્છ ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નં.-૧૩/૨૦૦૮ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ ઘરફોડ ચોરીના ગુનાના સુત્રધાર અને છેલ્લા ૧૫ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી

 નવલસિંહ મોતીલાલ મેડા રહેવાસી-ગુલબાર તા.ગરબાડા જી.દાહોદ વાળો કલ્યાણપર ગામે વાડી વિસ્તારમા આવેલ છે

જેથી દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામ વાડી વિસ્તારમા તપાસ કરતા આરોપી નવલસિંહ ઉર્ફે નયલાભાઇ મોતીલાલ મેડા ઉ.વ.-૪૦ ધંધો-ખેતમજુરી રહે-ગુલબાર ગામ તા.ગરબાડા જી.દાહોદવાળો મળી આવતા આરોપી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ

ભુજ સીટી એ પોલીસ સ્ટેશન જાણ કરી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application