કોડીનાર પોલીસ ટીમ ઉપર હુમલો કરનાર એક મહિલા સહિત ૬ આરોપીઓની ધરપકડ

  • March 14, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારના કુખ્યાત બુટલેગર ને ત્યાં તપાસ અર્થે ગયેલ પોલીસ ટીમ ઉપર જીવલેણ હુમલો કરનાર બુટલેગર અને પરીવાર ના એક મહિલા સહિત ૬ શખ્સો ની પોલીસે ધરપકડ કરી હતી.બુટલેગર દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ પોલીસ કોન્સ.શૈલેષભાઈ બાબરીયા એ અંગે નોંધાવેલી ફરીયાદ મુજબ  કોડીનાર પોલીસ સ્ટેશનમાં મુળજી અરજણ ચુડાસમા સામે દાખલ થયેલ ગુન્હા ની તપાસ અર્થે પી.આઇ.આર.એ.ભોજાણી પોલીસ સ્ટાફ સાથે કોડીનાર ના જીન પ્લોટ માં આવેલ સરગમ ચોકમાં જતા કુખ્યાત બુટલેગર મુળજી અરજન ચુડાસમા અને તેના ભાઈ પત્ની ભત્રીજા વગેરે એ એક સંપ કરી ઉશ્કેરાઈ જઇ ગાળો ભાંડી અહિયાં શું કામ આવ્યા છો ? આજે એકેય અહી થી બચી ને જવાના નથી તેમ કહી ને મુળજી એ પોલીસ પી.સી.આર.વાન માં લોખંડ નો કોશ નો જીવલેણ ઘા કરતાં કાચ તોડી લોખંડ નો કોશ વેન માં બેસેલા કોન્સ.શૈલેષભાઈ બાબરીયા ને માથા ના ભાગે કપાળ માં વાગતા અને અન્ય પોલીસ સ્ટાફ બુટલેગર મુળજી ને પકડવા જતાં મુળજી ના દીકરા જય ભત્રીજો વિશાલ અને બાબુ એ લાકડીઓ લઈ પોલીસ ટીમ ઉપર જેમ ફાવે તેમ ઘા કરતા કોન્સ.હિતેશભાઈ ને જમણા હાથ માં ઇજા થઈ હતી જ્યારે મુળજી ની પત્ની હંસાબેને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરતા પી.આઇ.આર.એ. ભોજાણી અને હાજર પોલીસ સ્ટાફે આ લોકોને પકડવા જરૂરી બળ વાપરતા પી.આઇ.ભોજાણી ને બંને હાથ ની આંગળી માં ઇજા થઇ હોવાનું અને બુટલેગર અને તેના પરિવારે પોલીસ વેન ના કાચ તોડી નુકશાન કરી ફરજ માં રૂકાવટ કર્યા ની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૦૭,૩૩૨,૩૨૩ ,૫૦૪,૫૦૬ સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી પોલીસે કુખ્યાત બુટલેગર મુળજી અરજણ ચુડાસમા, જય મુળજી ચુડાસમા,મનીષાબેન મુળજી ચુડાસમા,રમેશ અરજણ ચુડાસમા,વિશાલ રમેશ ચુડાસમા અને બાબુ દાદુ ચાવડા ને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ટીમ ઉપર થયેલ હુમલા બાદ ગીર સોમનાથ એસ.પી., ડી.વાય.એસ.પી. સહિત ના અધિકારીઓ એ કોડીનાર દોડી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application