શું ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામ ફાઇનલ થયા? જાણો, કેપ્ટન શર્માએ જવાબ આપતા આપી દીધા સંકેત

  • January 18, 2024 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર રમાનારી આઇસીસી ટી20 ટૂર્નામેન્ટ અંગે કેટલીક વાતો કહી છે. જેમાંથી એક વાત ભારતીય ટીમની પસંદગી અંગે પણ હતી. કેમ કે, આગામી સમયમાં આ ટૂર્નામેન્ટ યોજાવાની છે ત્યારે ખેલાડીઓની પસંદગી એ મહત્વપૂર્ણ બાબત બની રહેશે. જોકે આ જ બાબતે કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપી દીધા છે.


ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન 1 જૂનથી 29 જૂન દરમિયાન થવાનું છે. સ્વાભાવિક છે કે કોઇ પણ ટૂર્નામેન્ટની પ્રારંભિક તૈયારી ટીમની પસંદગીથી થતી હોય છે. આથી, ટીમમાં સમાવવા માટે ખેલાડીઓની પસંદગી અંગેનો સવાલ ઉદભવે તે સામાન્ય છે. આ તરફ બેંગલુરુમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય કેપ્ટને આ બાબતે ખાસ નિવેદન આપ્યું છે. એક વાતચીત દરમિયાન રોહિત શર્માએ કહ્યું હતું કે તે ફરીથી વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે. પરંતુ, તે માત્ર કહેવાથી થતું નથી. આ વાતચીત વેળા રોહિતે ખેલાડીઓની પસંદગી માટે કહ્યું હતું કે, અમે હજુ સુધી 15 ખેલાડીઓને ફાઇનલ કર્યા નથી કે જેમને આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરવામાં આવશે. પરંતુ ભારતીય કેપ્ટન રોહિતના ધ્યાનમાં 8 થી 10 ખેલાડીઓના નામ છે. જે ટીમમાં સામેલ કરવા યોગ્ય છે.


અહીં વાત માત્ર ખેલાડીઓ પૂરતી સિમિત ન રહેતા ટીમ કોમ્બિનેશનને લઈને રોહિત શર્માએ નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવશે. રોહિત શર્માના મતે વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિ થોડી ધીમી છે, તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને ટીમ પસંદ કરવામાં આવશે. અહીં, રોહિત શર્મા કેટલીક બાબતો સ્પષ્ટ કરે છે. જેમાં પ્રથમ અને મુખ્ય વાત છે કે આશરે 10 ખેલાડીઓના નામ તેણે વિચારી રાખ્યા છે. એટલે અન્ય પાંચ માટે જોવાનું બાકી રહે છે. બીજી નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય પસંદગીકારો ટીમની પસંદગી કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિનું ધ્યાન રાખશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application