એપલે મહુઆ મોઇત્રા, શશી થરૂર, પવન ખેડા અને રાઘવ ચઢ્ઢા સહિત વિપક્ષી નેતાઓ અને પત્રકારોને મોકલ્યું એલર્ટ

  • October 31, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પવન ખેડાએ કહ્યું- ‘ડિયર મોદી સરકાર, આવું કેમ કરો છો ?’, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકથી નેતાઓ રોષે ભરાયા, એક્સ પર કાઢ્યો બળાપો  



ટેક્નોલોજી કંપની એપલે આજે (૩૧ ઓક્ટોબર) ભારતના ઘણા વિપક્ષી નેતાઓને એલર્ટ મેસેજ મોકલ્યો છે. તેણે ચેતવણી આપી હતી કે તેના આઇફોનને 'સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ' દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે એપલ માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલા અટેકર્સ ખોરો દ્વારા તમારા એપલ આઈડી સાથે જોડાયેલા આઈફોનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતાઓએ ખુદ આ માહિતી આપી છે.


રાજકારણીઓ ઉપરાંત એપલ દ્વારા કેટલાક પત્રકારોને એલર્ટ મેસેજ પણ મળી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એપલ દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે તેમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સીપીઆઈએમ નેતાનો સીતારામ યેચુરી, આપ સાંસદ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. આ સિવાય એઆઇએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ એલર્ટ મોકલવામાં આવ્યું છે.


કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, 'પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરી રહ્યા છો?' ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમને એપલ તરફથી હમણાં જ ચેતવણી મળી છે કે સરકાર તેમના આઇફોન અને મેઇલ આઇડીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે કહ્યું કે અખિલેશ યાદવને પણ એપલ દ્વારા એલર્ટ મેસેજ મળ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓની ગોપનીયતા પર આ હુમલો ગેરકાયદેસર છે.


અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એપલ થ્રેટ નોટિફિકેશન દ્વારા મને ખબર પડી કે મારા ફોનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે વિપક્ષના તમામ નેતાઓને એલર્ટ મોકલી દેવામાં આવ્યા છે. તેઓ તમામ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. આમાં કેટલાક નેતાઓ એવા છે જેઓ સરકારની ટીકા કરી રહ્યા છે.



એપલે વિપક્ષી નેતાઓને ચેતવ્યા


એલર્ટ મેસેજમાં કહેવાયું છે કે, 'સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. હુમલાખોરો તમારા એપલ આઈડી દ્વારા રિમોટલી તમારા આઈફોનને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ હુમલાખોરો તમને અંગત રીતે નિશાન બનાવી રહ્યા છે. જો તમારા ઉપકરણને રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરો દ્વારા ચેડા કરવામાં આવે છે, તેઓ તમારા પર્સનલ ડેટા, મેસેજ અને ફોટોઝ અને માઇક્રોફોનને પણ દૂરથી ઍક્સેસ કરી શકે છે. આ ચેતવણીને ગંભીરતાથી લો.’




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application