હિમાચલમાં ફરી ભૂસ્ખલન, 7 બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ થઇ ધરાશાયી, ભયાનકનો વીડિયો થયો વાઈરલ

  • August 24, 2023 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાંથી ચોકાવનારા વિડીયો સામે આવ્યા છે. બસ સ્ટેન્ડ પાસેની સાત જેટલી ઈમારતો પત્તાના મહેલ ની જેમ ધરાશાયી થઈ ગઈ છે. વિનાશનું આ દ્રશ્ય હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઇ રહ્યું છે. જો કે રાહતની વાત એ હતી કે આ ઈમારતો અસુરક્ષિત હોવાના કારણે પહેલાથી જ ખાલી કરાવવામાં આવી હતી. આ કારણોસર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ વિડીયોએ સૌ કોઈને ડરાવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


મળતી માહિતી મુજબ આ ઈમારતોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને કોઓપરેટિવ બેંકનું કામકાજ શરુ હતું. પરંતુ ભૂતકાળમાં વરસાદને કારણે આ ઈમારત અસુરક્ષિત બની ગઈ હતી. કુલ્લુ જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદે અહીં તબાહી મચાવી છે અને અત્યારે પણ આ તબાહી અટકવાનું નામ નથી લઈ રહી.


આ ઘટના કુલ્લુ જિલ્લાના અની બસ સ્ટેન્ડ પાસે સવારે 9:15 વાગ્યે બની હતી. અનીના એસડીએમ નરેશ વર્માએ જણાવ્યું કે પાંચ દિવસ પહેલા બિલ્ડિંગમાં તિરાડો દેખાઈ હતી. જેના કારણે તેને અસુરક્ષિત જાહેર કરાઈ હતી. રાહતની વાત એ છે કે ઈમારત ધરાશાયી થવાથી કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને એક ઈમારત હજુ પણ જોખમમાં છે. તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોલીસ જવાનો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે લોકોને સાવચેતી રાખવા અપીલ પણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application