બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાનો સહિત અન્ય કેટલાક લોકો પર સુપ્રીમ કોર્ટના વકીલનું અપહરણ કરવાનો આરોપ છે. પીડિત સુપ્રીમ કોર્ટના વકીલ સોહેલ રાણાએ શેખ હસીના અને તેમના મંત્રીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના સામે આ બીજો કેસ નોંધાયો છે. વકીલે જણાવ્યું કે, કસ્ટડીમાં લીધા બાદ તેને બળજબરીથી વાહનમાં બેસાડવામાં આવ્યો અને પછી ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો.
2015માં બાંગ્લાદેશમાં વકીલના અપહરણના સંબંધમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાનો સહિત અન્ય ઘણા લોકો વિરુદ્ધ બુધવારે બળજબરીથી ગાયબ થવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાજીનામા બાદ શેખ હસીના સામે આ બીજો કેસ નોંધાયો છે. તેમની વિરુદ્ધ બળજબળીથી ગાયબ થવાનો પીડિત સુપ્રિમ કોર્ટના વકીલ સોહિલ રાણાએ કેસ નોંધાવ્યો છે.
આ મંત્રીઓ સામે પણ નોંધવામાં આવ્યો કેસ
ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ફરઝાના શકીલા સુમુ ચૌધરીની અદાલતે આરોપોને ટ્રાયલમાં કેસ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં અન્ય આરોપીઓમાં શેખ હસીના કેબિનેટના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન, ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હક, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) શાહિદુલ હક, રેપિડ એક્શન બટાલિયન (આરએબી)ના ભૂતપૂર્વ મહાનિદેશક બેનઝીર અહેમદ અને આરએબીના 25 અજાણ્યા લોકોનો સામેલ છે.
સુપ્રીમ કોર્ટના વકીલ સોહેલ રાણાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "10 ફેબ્રુઆરી, 2015ના રોજ, મને સેક્ટર-5, ઉત્તરાથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બળજબરીથી એક વાહનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. જ્યારે હું કારની અંદર હતો ત્યારે મને હોશ ન હતો. મને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો.
ગત મહિનાથી ચાલી રહેલી હિંસા દરમિયાન કરિયાણાની દુકાનના માલિકની હત્યા માટે પૂર્વ પીએમ શેખ હસીના અને અન્ય છ લોકો સામે મંગળવારે કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 230 લોકોના મોત થયા છે. શેખ હસીનાના રાજીનામા બાદ ગત સપ્તાહે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech