હાઉસફૂલ 5ની જાહેરાત કર્યા બાદ અક્ષયકુમાર વેકેશન પર ઉપડ્યો

  • July 03, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • એરપોર્ટ પર પત્ની ટ્વીન્કલ ખન્ના અને દીકરી નિતારા સાથે દેખાયો ખેલાડી
  • અક્ષયની ઓ માય ગોડ 2 રીલિઝ થવાની તૈયારીમાં છે


કોમેડી સીરિઝ હાઉસફૂલ 5ની જાહેરાત થતાં જ અક્ષય કુમાર પરિવાર સાથે વેકેશન પર ઉપડી ગયો. તાજેતરમાં જ અક્ષયે રિતેશ દેશમુખ સાથેના પોઝ સાથે હાઉસફુલ 5ની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તે બાળકો અને પત્ની ટ્વિન્કલ ખન્ના સાથે મુંબઈ એરપોર્ટ પર કુલ લૂકમાં જોવા મળ્યો હતો.


તેની સાથે પત્ની ટ્વિન્કલ ખન્ના અને દીકરી નિતારા પણ દેખાઈ હતી. સામાન્ય રીતે અક્ષય કુમાર દીકરી સાથે ક્યારેય કેમેરાની સામે નથી આવતો, પરંતુ આ વખતે તે દીકરી નિતારા સાથે ફોટોગ્રાફર્સની સામે જોવા મળ્યો હતો. અત્યારે અક્ષયની દીકરી નિતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.


દરેક ફિલ્મ સ્ટાર્સ પોતપાતાના કામમાં ઘણા વ્યસ્ત જોવા મળે છે. એક પછી એક શૂટિંગના કારણે તેઓ કેટલીક વાર રજા પણ માણી નથી શકતા. એવામાં જ્યારે પણ તેમને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળે છે તો તેઓ વેકેશન માણવા જતા રહે છે. તેવામાં હાલમાં જ અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મ હાઉસફૂલ 5ની જાહેરાત કરી હતી અને હવે તે પરિવાર સાથે વેકેશન પર નીકળી ગયો છે. તે વેકેશન પર ક્યાં જઈ રહ્યો છે તે તો હજી જાણવા નથી મળ્યું, પરંતુ તેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે.


એરપોર્ટ પર અક્ષય કુમાર સ્લિવલેસ જેકેટ અને મેચિંગ ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે ટ્વિન્કલ ખન્નાએ પર્પલ રંગનો શૂટ પહેર્યો હતો. નિતારાની વાત કરીએ તો, તેણે સ્વેટશર્ટ અને જિન્સ પહેર્યું હતું. જોકે, આ કપલ ક્યાં ફરવા ગયું છે. તે હજી સુધી બહાર નથી આવ્યું.


અક્ષય કુમારની આવનારી ફિલ્મોની વાત કરીએ તો, હાઉસફૂલ 5 સિવાય તે ઓએમજી 2માં જોવા મળશે. તેમાં તેની સાથે પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં હશે. આ પહેલાની ફિલ્મની વાત કરીએ તો, અક્ષય કુમાર છેલ્લા ઈમરાન હાશ્મી સાથે સેલ્ફી ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે બોક્સઑફિસમાં કંઈ ખાસ પ્રદર્શન નહતી કરી શકી.



એક સમયે અક્ષય વર્ષમાં 4-5 ફિલ્મો કરવા માટે જાણીતો હતો. પરંતુ છેલ્લે તેની સૂર્યવન્શી બાદની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર પટકાતા નિર્માતાઓ તેના પર હવે દાવ લગાવતા ખચકાઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application