અમેરિકન એરલાઈન્સે ભારતીય મૂળના કેન્સરના દર્દી સાથે કર્યું ગેરવર્તન વર્તન

  • February 05, 2023 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાથી ભારત આવેલા મીનાક્ષી સેનગુપ્તા નામના એક કેન્સરના દર્દી જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે કથિત રીતે તેમણે કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો. મહિલાનો આરોપ છે કે, અમેરિકન એરલાઈન્સના સ્ટાફે કેબિનમાં બેગ મૂકવામાં તેમની મદદ નહોતી કરી અને ઉપરથી તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. 


ફરિયાદી યુવતીનું નામ મીનાક્ષી સેનગુપ્તા છે. મીનાક્ષીએ પોતાની સાથે ગેરવર્તન કરવા બદલ તેમજ કારણ વિના એરક્રાફ્ટમાંથી ઉતારી દેવા બદલ અમેરિકન એરલાઈન્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મીનાક્ષીની ફરિયાદ અનુસાર તેણે બેગ મૂકવા માટે સ્ટાફ પાસેથી મદદ માંગી હતી. DGCAના ડીજી અરુણ કુમારે જણાવ્યું કે, અમે આ બાબતે રિપોર્ટની માંગ કરીશુ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની અસંવેદનશીલતાને કોઈ સ્થાન નથી.


પોતાના નિવેદનમાં અમેરિકન એરલાઈન્સે કહ્યું કે, 30મી જાન્યુઆરીના રોજ, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ દિલ્હીથી ન્યૂયોર્ક જવા માટે ડિપાર્ટ થવાની હતી તે પહેલા એક કસ્ટમરને એરક્રાફ્ટ પરથી ઉતારી દેવામાં આવી હતી. તે પેસેન્જર ક્રૂ મેમ્બરની સૂચનાનું પાલન નહોતા કરતા. અમારી કસ્ટમર રિલેશન્સ ટીમ દ્રારા રિફંડ માટે કસ્ટમરનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application