જેતપુર તાલુકાના બોરડીસમઢીયાળા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : DDOને આવેદન

  • June 26, 2023 01:24 PM 

જેતપુર તાલુકાના બોરડીસમઢિયાળા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીથી માંડી સરપંચ તેમજ તેના મળતીયાઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે DDO આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે ઇન્દીરા આવાસમાં નદી કાંઠે 15મું નાણાપંચ અંતગર્ત આર.સી.સી. પુર સંરક્ષણ દિવાલનું કામ તા. 10/02/2023ના રોજ પી.સી.સી. કામ શરૂ કર્યું ત્યારબાદ તા.11/02/2023 અને તા.12/02/2023ના રોજ કામ પૂર્ણ કર્યું હતું. આ કામ બાબતે અમો તાલુકા પંચાયતમાં નબળા કામ અને ઓછી સિમેન્ટ વાપરી ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ કરવા આવેલ. ત્યારે બાંધકામ શાખા તરફથી અમોને જણાવવામાં આવેલ કે આ કામનું બીલ તા. 14/07/2022 ના રોજ રૂ.101930 એક લાખ એક હજાર નવસો ત્રીસ પુરાનું પેમેન્ટ થઇ છગયેલ છે. તેવું અમોને જણાવેલ. તો બોરડી સમઢીયાળા ગામના સરપંચ તેમના પતિદેવ અને તલાટી મંત્રી દ્વારા 15મું નાણાપંચના પુર સંરક્ષણ દિવાલના રૂપીયા અગાઉ ઉપાડી ઉચાપત કરેલ છે. આ કામમાં મોટી ગેરરીત કરેલ અને સરકારી નાણાનો ગેરવ્યવ કરેલ છે, તો સરકારી કાયદા પ્રમાણે અમારી ફરીયાદ હોય તપાસ કરી તેમની ઉપર સખ્ત કાર્યવાહી કરવા અમારી ફરીયાદ છે.


આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆત આ મુજબ છે...


1. સરકારી નિશાળ પાડીને વહેંચી નાખી છે

2. પંચાયત બેઠકમાં લીધા વિના ટાંચ મોરમ નાખવા અંગે

3. 15માં નાણા પંચના અગાઉ રૂપીયા ઉપાડી ઉચાપત કરવા અંગે

4. વિશ્વાસમાં લીધા વગર સરક્યુલર ઠરાવ મોકલવા અંગે 

5. ભુર્ગભ ગટરમાં નોન આઈ.એસ.આઈ.પી.વી.સી.પાઈપ નાખવા અંગે અને ખુલ્લી ગટરમાં નબળુ કામ કરવા અંગે

6. સરકારી વર્ક ઓર્ડર પહેલા કામ કરી પાછળથી બીલ મુકવા અંગે

7. સરપંચ/તલાટીને 5500/-નો ખર્ચ કરવાનો અધિકાર હોય. વધુ મોટા બિલ મુકી સતાનો ગેર ઉપયોગ કરવા અંગે

8. નર્મદા પાણીનું વાર્ષિક બીલ ત્રણ થી ચાર લાખ થતુ હોય અને સરપંચે કોન્ટ્રાક્ટરને ફક્ત એક લાખમાં વાર્ષિક કોન્ટ્રાક્ટર આપી પંચાયતને નુકશાન કરવા અંગે.

9. પુર સંરક્ષણ દિવાલમાં નબળુ કામ કરવા અંગે

10. તલાટી મંત્રી સોનલબેન કંડોળીયા સામે અનેક ફરીયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવા અને તેઓને અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન આપવા અંગે

11. મનરેગા યોજનાનું બોગસ કામ અને બીલ મુકવા અંગે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application