સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી ભાગેલી ચારેય તરુણીઓ મળી આવી, પૂછપરછમાં કહ્યું, "સરકારના નિયમ મુજબ ત્યાં રહેવું નથી ગમતું એટલે ભાગી ગયા"

  • August 29, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી ભાગેલી ચારેય તરુણીઓ મળી આવી, પૂછપરછમાં કહ્યું, "સરકારના નિયમ મુજબ ત્યાં રહેવું નથી ગમતું એટલે ભાગી ગયા"

રાજકોટમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી ચાર તરુણીનું પાણી પીવાનું કહીને નાસી છૂટી હતી. ત્યારબાદ અનેક જગ્યાએ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી બે તરુણી બીજા દિવસે અને બે તરુણી ત્રીજા દિવસે મળી આવી છે.  


ગત ૨૫ તારીખે આ બનાવ બન્યો હતો જેમાં ઇન્ચાર્જ પૂજા શિયાળે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને રાજ્યભરની પોલીસને કરી દીધી હતી. તેમજ તમામ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન બે સગીરા અમદાવાદથી મળી આવી હતી. તેમજ અન્ય બે સગીરાનો પણ પતો મળી ગયો અને તે બંને સુરતથી મળી આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે સરકારના નિયમોમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં રહેવું ગમતું ન હોવાથી અમે ભાગી ગયા હતા. હાલ ચાર તરુણીઓનો કબજો પરત સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application