ટી20 વર્લ્ડકપમાં આ ભારતીય ખેલાડીઓના પર્ફોમન્સ પર રહેશે બધાની નજર

  • January 05, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટને માણવા માટે ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સાહ છવાયો છે. જોકે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓના સારા પર્ફોમન્સ માટે અપેક્ષા સેવાઇ રહી છે.


આપને જણાવી દઇએ કે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ સિવાય યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ પર સૌ કોઇની નજર રહેશે. યશસ્વી જયસ્વાલનું તાજેતરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ખાસ કરીને આ બેટ્સમેને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ખૂબ સારો પ્રભાવ પાડ્યો છે. વર્લ્ડ કપમાં ભારતીય ચાહકોની નજર યશસ્વી જયસ્વાલ પર રહેશે.


આઇપીએલને ધ્યાનમાં લઇએ તો તેમાં તોફાની ઇનિંગ્સ રમીને રિંકુ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું. જેને પગલે તેમનું પ્રદર્શન ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું. ખાસ કરીને રિંકુ સિંહ જે રીતે છેલ્લી ઓવરોમાં આસાનીથી મોટા શોટ ફટકારે છે તે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે એક્સ ફેક્ટર સાબિત થઈ રહ્યો છે. આ તરફ સૂર્યાકુમાર યાદવ ટી20 ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે. આ ખેલાડીએ ટી20 ફોર્મેટમાં પોતાની બેટિંગથી ઘણો પ્રભાવ પાડયો છે. જો કે, સૂર્યાકુમાર યાદવ ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.


ભારતના વધુ એક ખેલાડી જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો તે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપમાં નવા બોલ ઉપરાંત જસપ્રીત બુમરાહ ડેથ ઓવર્સમાં ભારત માટે મહત્વની કડી સાબિત થશે. માનવામાં આવી રહ્યું છે કે તિલક વર્મા T20 વર્લ્ડ કપમાં રમશે તે લગભગ નક્કી છે. ત્યારે ભારતીય ટીમના આ યુવા બેટ્સમેન પર પણ ટી20 વર્લ્ડ કપમાં સૌ કોઇની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application