1 જાન્યુઆરીથી બંધ થશે આ પ્રકારના Google Pay, Paytm અને Phone Payના તમામ અકાઉન્ટ, ચેક કરી લો ક્યાંક તમારૂ અકાઉન્ટ પણ આ લીસ્ટમાં શામેલ તો નથી ને ?

  • December 30, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોગ્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા અટકશે, ડિસેબલ યુપીઆઇ આઈડીને ઓળખવા માટે બેંકો અને થર્ડ પાર્ટી એપ્સને અપાયો ૩૧ ડિસેમ્બર સુધીનો સમય



૩૧ ડિસેમ્બર પછી એનપીસીઆઇએ કેટલાક ઓનલાઈન પેમેન્ટ આઈડી બ્લોક કરવાની જાહેરાત કરી છે. છેલ્લા ૧ વર્ષમાં કોઈ પણ ટ્રાન્ઝીકશન ન થયા હોય તેવા આઈડી પર આ નિયમ લાગુ થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ર્ક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ગૂગલ પે, પેટીએમ અને ફોન પે જેવી તમામ થર્ડ પાર્ટી એપના તે યુપીઆઇ આઈડીને બ્લોક થશે જેમાં એક વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર કરવામાં આવ્યો નથી.


જો તમારા યુપીઆઇ આઈડીથી કોઈ ક્રેડિટ અથવા ડેબિટ ટ્રાન્ઝીકશન કરવામાં ન આવે તો આઈડી ડિસેબલ થઇ જાય છે. નવા વર્ષથી કસ્ટમર્સ આ આઈડી વડે ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. એનપીસીઆઇએ આ યુપીઆઇ આઈડીને ઓળખવા માટે બેંકો અને થર્ડ પાર્ટી એપ્સને ૩૧ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. યુપીઆઇ આઈડી નિષ્ક્રિય થતા પહેલા સંબંધિત બેંક લોકોને ઈમેલ અથવા મેસેજ દ્વારા સંદેશ મોકલશે.


એનપીસીઆઇને આશા છે કે આ નવા નિયમો ખોટા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા અટકાવશે. તાજેતરના વર્ષોમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લોકો વારંવાર નવા ફોન સાથે લિંક કરેલ યુપીઆઇ આઈડીને નિષ્ક્રિય કરવાનું યાદ રાખ્યા વગર મોબાઈલ નંબર બદલી નાખે છે. બીજા કોઈને આ નંબર મળી જાય છે કારણ કે તે થોડા મહિનાઓથી બંધ હોય છે. જો કે, આ નંબર સાથે ફક્ત પહેલાનું યુપીઆઇ આઈડી જ લિંક રહે છે. આવી સ્થિતિમાં, ખોટા ટ્રાન્ઝીકશનની સંભાવના વધી જાય છે. નવા નિયમ બાદ નવા વર્ષથી આ પ્રકારના કેસ પણ ઓછા થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application