Akshay-Raveena : લવ, અફેર, સગાઇ, ચીટ અને 19 વર્ષના મૌન બાદ ફિલ્મ માટે ફરી સાથે દેખાયું એક્સ કપલ

  • September 11, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ જોઈએ તો બોલિવૂડમાં એક્ટર્સની લવ સ્ટોરી અને બ્રેક અપના સમાચાર બહુ સામાન્ય છે. પરંતુ એકબીજા સાથે થયેલા મતભેદો અને વિવાદો પછી પણ સ્ટાર્સ સાથે કામ કરતા નથી શરમાતા. આવો સીન એક વાર નહિ પણ ઘણી વખત જોવા મળ્યો છે. ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પરસ્પર મતભેદોને કારણે વર્ષો સુધી વાત કરતા નથી, પરંતુ ફિલ્મો માટે સાથે શૂટ કરે છે. હાલમાં જ અક્ષય કુમારે તેની નવી ફિલ્મ વેલકમ 3 ની જાહેરાત કરી ત્યારે આવું જ દ્રશ્ય જોવા મળ્યું.


અક્ષયે વેલકમ 3નો એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. જેમાં ઘણા બધા સ્ટાર્સનો જમાવડો દેખાય છે, પણ આ બધાની વચ્ચે એક ચહેરો ખૂબ ચોકાવનારો છે. વીડિયોમાં અક્ષય કુમારની સાથે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે હતી રવિના ટંડન. આટલું જ નહીં વીડિયોમાં રવિના અને અક્ષય વચ્ચે વાતચીત પણ જોવા મળી હતી. જે બાદ હવે બધે ચર્ચા છે કે આ જોડી કેવી રીતે સાથે કામ કરવા રાજી થઈ ગઈ.


રવિના ટંડન અને અક્ષય કુમારે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ચાહકોને પણ આ જોડી ઘણી પસંદ આવી હતી. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય અને રવિના એકબીજાને પ્રેમ કરતા હતા. બંને વચ્ચે પ્રેમ એટલો ગાઢ હતો કે અક્ષયે રવિના સાથે સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ અક્ષયે ચીટ કરતા રવિનાએ તેને છોડી દીધો હતો. બંને વચ્ચે ઘણા વિવાદો થયા હોવાના અહેવાલો હતા. તે દરમિયાન બંને એક ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યા હતા. રવિનાએ ખૂબ જ મુશ્કેલીથી શૂટિંગ પૂરું કર્યું.
​​​​​​​


એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે પોતે રવિના અને શિલ્પા શેટ્ટી સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. અક્ષયે કહ્યું હતું કે હા, મારું આ બંને સાથે અફેર હતું. અક્ષયના પ્રેમમાં છેતરાયા બાદ રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવીના બાદ અક્ષયનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. જોકે, બાદમાં તેણે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. પણ હવે 19 વર્ષ પછી બન્ને સ્ક્રીન પર સાથે દેખાતા બધા કૌતુકમાં મુકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application