અજય દેવગન રાજકોટની બાળ કલાકાર હિરવાની અદા પર ફિદા

  • January 07, 2023 12:36 AM 

ટીઝરમાં ધૂમ મચાવી રહેલી અજય દેવગનની 'ભોલા' ફિલ્મમાં હિરવા લીડ રોલમાં: ફસ્ર્ટ લૂક ટેસ્ટમાં સિલેકશન થયેલી હિરવાને અજય દેવગને આપ્યું 'વન ટેગ' એકટરનો ખિતાબ


અભિનયથી ટેલિવૂડ અને બોલિવૂડ અંજાયું: 'દિલ જૈસે ધડકે ધડકને દો', 'ગૂમ હૈ કિસી કે પ્યાર મે', 'કાશીબાઈ' અને 'શુભ–લાભ' સિરિયલમાં જોરદાર અભિનય



રાજકોટની બાળ કલાકારની અદા પર બોલિવૂડ સ્ટાર અજય દેવગન ફિદા થયો અને માર્ચ મહિનામાં રિલીઝ થનારી 'ભોલા' ફિલ્મમાં આ ચાઈલ્ડ આટિર્સ્ટને લિડ રોલ આપ્યો છે. તાજેતરમાં જ અજય દેવગનની 'ભોલા' ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવે છે અને એક મિનિટના ટીઝરમાં રાજકોટની આ બાળ કલાકારનો અભિનય જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષના ટૂંકા સમયમાં ટેલિવૂડની હાઈએસ્ટ ટીઆરપી સિરીયલોમાં અભિનયનો એકકો પાથરીને રાજકોટની હિરવા ત્રિવેદીનું હિર બોલિવૂડમાં ઝળકયું છે. પહેલાં જ લૂક ટેસ્ટ સાથે અજય દેવગનના પ્રોડકશન હાઉસ હેઠળ બનેલી 'ભોલા' ફિલ્મમાં હિરવાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.



આજે 'આજકાલ' સાથેની હિરવા ત્રિવેદીની એકસકલુઝિવ મુલાકાત થઈ હતી. ચુલબુલી, નખરાળી, નટખટ, માસૂમ... આ બધા જ વિશેષણો હિરવાના વ્યકિતત્વમાં ઉભરાઈ રહ્યા છે. રાજકોટના બિઝનેસમેન સમીર ત્રિવેદી અને બ્યુટિશ્યન સોનુ ત્રિવેદીની લાડકી પુત્રી હિરવા સેન્ટમેરીઝમાં અભ્યાસ કરે છે. બધી જ એકિટવિટીમાં નિપૂણ એવી હિરવા સાથે સંયોગ એવો બન્યો કે એક નાનકડી તકે તેના માટે અભિનયના દરવાજા ખોલી નાખ્યા. ટેલિવૂડની 'દિલ જૈસે ધડકે ધડકને દો' આ પ્રથમ સિરીયલમાં હિરવાને મોટો બ્રેક મળ્યો. નાનપણમાં હેલ્ધી બેબી કોમ્પિટિશનમાં અનેક વખત વિનર રહી ચૂકેલી હિરવા કે તેના મમ્મી–પપ્પાએ કયારેય તેની એકિટંગ માટે વિચાર્યું ન હતું પરંતુ એક સગાના લીધે આ સિરીયલમાં તેની પસંદગી થઈ. એકિટંગની કોઈપણ તાલીમ વિના હિરવાના અભિનયથી સૌ કોઈ અંજાઈ ગયા. એકાદ વખત બ્રાન્ડ એડ કર્યા બાદ આ સિરીયલ અને ત્યારબાદ સ્ટાર પ્લસની જ 'ગૂમ હૈ કિસી કે પ્યાર મે', ઝી–ટીવીની 'કાશીબાઈ' અને તાજેતરમાં જ આવેલી 'શુભ–લાભ' આ સિરીયલના લિડિંગ રોલમાં હિરવાએ અભિનયના એવા ઓજસ પાથર્યા કે અજય દેવગન પણ અંજાઈ ગયો અને તેનું પ્રથમ લૂક ટેસ્ટમાં જ 'ભોલા' ફિલ્મના લિડ રોલમાં સિલેકશન થઈ ગયું.



'આજકાલ' સાથેની વિશેષ મુલાકાતમાં ચુલબુલી હિરવાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવોને યાદ કર્યા હતા. તેની કાલેઘેલી ભાષામાં તે કહે છે કે, અજય દેવગને તેને 'વન ટેગ' એકટરનો ખિતાબ આપ્યો છે. આ ફિલ્મના શૂટિંગ વખતે પહેલાં તો એવું લાગ્યું હતું કે આટલા મોટા કલાકાર સાથે એકિટંગ કરવાની છે એટલે થોડો ડર હતો. તેમનો એટીટયુડ હશે અને પરફેકશન નહીં હોઈ તો કઈં કહેશે તો ? પણ યારે તેમને પહેલી વખત મળી ત્યારે અજય દેવગન ખુબજ સિમ્પલ પર્સન હતા અને મારી સાથે પ્રેમથી વાતો કરતા અને સમજાવતા અને યાં જરૂર પડે ત્યાં મને ગાઈડ પણ કરતાં. મારું પર્ફેાર્મન્સ તેમને ખુબજ ગમ્યું. મને મારા માટે ખુબ મોટું ટેડીબિયર અને ઘણાબધા સોફટ ટોઈઝ પણ લાવ્યા હતા. 'ભોલા'ની બીજી સિકવલમાં પણ મને જ લેવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે તબ્બુ પણ છે. અભ્યાસમાં પણ હોંશિયાર સાથે સાથે સ્વિમિંગ, કરાટે સહિત તમામ એકિટવિટીઝમાં મોખરે રહેલી હિરવાના ફેવરિટ સ્ટાર અક્ષય કુમાર છે અને ભવિષ્યમાં અક્ષય કુમારની સાથે એક ફિલ્મ કરવી છે અને એકશન અને કોમેડી મૂવી કરવાનું હિરવાનું ડ્રીમ છે. તેને અહીં સુધી પહોંચવામાં મમ્મી–પપ્પાની સાથે તેની દીદી ખંજનીએ ખુબ સપોટ કર્યેા છે.



'આજકાલ'ની ખાસ મહેમાન બનતી 'ભોલા' ફિલ્મની બાળ કલાકાર
નાની ઉંમરે બોલિવૂડમાં સફળતાનો ડંકો વગાડનાર હિરવા આજે 'આજકાલ'ની ખાસ મહેમાન બની હતી. સેન્ટમેરીઝ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હિરવા અત્યારે ટેસ્ટ આપવા રાજકોટ આવી છે. ફિલ્મનું શૂટિંગ પુરું થઈ ગયું છે આથી હમણા સમય હોવાથી તે રાજકોટમાં સ્કેટિંગ, સ્વિમિંગ શીખ્યા બાદ કરાટેના કલાસ શીખી રહી છે. નેકસ્ટ પ્રોજેકટ માટે હિરવાની તૈયારી ચાલી રહી છે. થોડા દિવસો પહેલાં આ ફિલ્મનું ટીઝર આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. માર્ચ મહિનામાં ફિલ્મ 'ભોલા' રિલીઝ થવાની છે તે પૂર્વે આજે 'આજકાલ'ની મહેમાન બનેલી આ બાળ કલાકાર સાથે તેના પપ્પા સમીર ત્રિવેદી અને તેની બહેન ખંજની તેમજ તેના અંકલ–આન્ટી આવ્યા હતા.



એક પણ રી–ટેક વિના બધા જ સીન કર્યા અને અજય દેવગને 'વન ટેગ' એકટરનું નામ આપ્યું
ત્રણ વર્ષના ટૂંકા સમયમાં અભિનયનો એકકો જમાવનાર હિરવા આજે 'આજકાલ'ની મુલાકાતે આવી ત્યારે 'ભોલા' ફિલ્મના શૂટિંગ વખતના અનુભવોને તેણે વ્યકત કર્યા હતા. યારે પ્રથમ સિરીયલ કરી તે સમય તેના માટે ખુબ જ ચેલેન્જિંગ રહ્યો હતો કારણ કે, અભિનયની તાલીમ લીધી નથી તે નેચરલી જ એકિટંગ કરી શકે છે પણ કેમેરા અને સેટની ઝાકમજોળ વચ્ચે થોડી ગભરાયેલી હતી પરંતુ ત્યારબાદ તેને કોન્ફીડન્સ આવી ગયો અને જે તેના અભિનયમાં ઝળકયો. આ ફિલ્મનું યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રડવાના ધ્શ્યોમાં બધા કલાકારોએ ગ્રીસલીનનો ઉપયોગ કર્યેા હતો પણ હિરવા રડવાની એકિટંગ પણ ગ્રીસલીનના ઉપયોગ વિના કરી શકે છે. ચૂલબુલી હિરવા આ ધ્શ્યને યાદ કરતાં કહે છે કે મને યારે રડવાનો સીન શૂટિંગ કરવાનો હોય ત્યારે આજુબાજુમાં બધા જ ચૂપ થઈ જાય છે અને સાવ શાંતિ હોય ત્યારે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી છું. રડવાનો અભિનય મને ગોડ ગિફટ મળ્યો છે. ફિલ્મના શૂટિંગ વખતે એક પણ રી–ટેક વિના મેં તમામ સીન કર્યા ત્યારે અજય દેવગને મને વન ટેગ એકટરનો ખિતાબ આપ્યો અને મારા માટે ખુબજ મોટું ટેડીબિયર, સોફટ ટોઈઝ અને ખુબ ચોકલેટસ ગિફટ આપી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application