હવાઈ ભાડું થશે સસ્તું, ઉડ્ડયન મંત્રાલયના નિયમ બાદ નહી ચાલે એરલાઈન્સની મનમાની

  • August 12, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એક વર્ષમાં ડોમેસ્ટિક ફ્લાઈટના ભાવમાં ૨૫% તો ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં ૪૧%નો વધારો


જ્યારે પ્લેનની ટિકિટોની માંગ વધે છે, ત્યારે એરલાઇન્સ કંપનીઓ હવાઈ ભાડામાં જંગી વધારો કરે છે. ગોફર્સ્ટ એરલાઇન્સની નાદારી દરમિયાન આ જોવા મળ્યું હતું, ત્યારે એરલાઇન્સે એર ટિકિટના ભાવમાં ૪૦% થી ૨૦૦% વધારો કર્યો હતો. પરંતુ હવે ભાડાની એરલાઇન કંપનીઓની મનમાની ચાલશે નહીં.


સંસદીય પેનલે સંસદમાં તેનો અહેવાલ રજૂ કર્યો છે અને ભલામણ કરી છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તમામ એરલાઇન્સ માટે વાજબી અપર કેપ નક્કી કરે. ફ્લાઇટ ટિકિટના મહત્તમ ભાડાની મર્યાદાને કારણે સામાન્ય લોકો પણ વિમાનમાં મુસાફરી કરી શકશે. આના કારણે પ્લેનની ટિકિટની કિંમતમાં પણ ઘટાડો થશે. હવાઈ ભાડામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિએ ઉડ્ડયન મંત્રાલયને હવાઈ ભાડાં પર મર્યાદા લાદવાનું સૂચન કર્યું હતું. આ રિપોર્ટ ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને કલ્ચર પરની સંસદીય સમિતિએ રજૂ કર્યો હતો.


ચૂકવણી કર્યા વગર પણ સીટ થશે રીઝર્વ


અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે એરલાઇન્સ માટે 'પ્રાઈસ લૉક વિકલ્પ' લાગુ કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરવી જોઈએ, જેમાં ગ્રાહકો નજીવી ફી સાથે અથવા તેના વગર તેમની બેઠકો રીઝર્વ કરી શકે. આનાથી ગ્રાહકો ટિકિટ માટે અગાઉથી ચૂકવણી કર્યા વગર સીટ રિઝર્વ કરી શકશે. સંસદીય સમિતિએ સેબી જેવી એરલાઇન્સ માટે સ્વતંત્ર નિયમનકારી એજન્સીની સ્થાપના કરવાની ભલામણ કરી છે, જેથી ભાડાં પર દેખરેખ રાખવા ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓને કાયદાકીય દાયરામાં પણ લાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application