માનસિક વિકલાંગ બસ હંકારી દહેગામ પહોચ્યો ; પોલીસ અને એસટી તંત્ર થયું દોડતું
આપણે અવારનવાર બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કે એસટી બસ માંથી પર્સ અથવા કિંમતી માલસામનની ચોરી અને ગઠીયાઓ દ્વારા ખિસ્સા કપાયા હોવાના સમાચાર સંભાળતા રહીએ છીએ છે, પરંતુ અમદાવાદના એક ડેપોમાંથી આખેઆખી એસટી બસની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.
પ્રાથમિક વિગતો મુજબ નરોડા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ધોળા દિવસે એસટી બસની ચોરી થઈ જતાં એસટી વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ મામલે નરોડા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોરાયેલી એસટી બસ બે કલાકની ભારે શોધખોળના અંતે દહેગામથી મળી આવી હતી.
જે બાદ અધિકારીઓનો કાફલો તાત્કાલિક દહેગામ દોડી પહોચ્યો હતો. જ્યાં તેમણે ચોરી થયેલી બસની પુષ્ટિ કરી અને બસમાં બેઠેલા એકમાત્ર વ્યક્તિની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં બસની ચોરી કરનાર યુવક માનસિક અસ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે યુવકની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષા સામે સવાલ જરૂર ઉભા કરી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech