અમદાવાદ : કેપ્ટન કે.એલ. રાહુલ, ગૌતમ ગંભીર અને જય શાહની હાજરીમાં લખનઉ સુપર જાયન્ટ્સે લોન્ચ કરી નવી સુપર કૂલ જર્સી

  • March 07, 2023 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે, હજુ થોડા જ દિવસો પહેલા IPLની આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ વચ્ચે રમાશે. 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. ત્રણ વર્ષ બાદ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે.



ત્યારે આજરોજ અમદાવાદ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સે ટીમ માટેની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. જર્સી લોન્ચ ઈવેન્ટમાં કેપ્ટન કે.એલ. રાહુલ, ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને BCCI સેક્રેટરી જય શાહ તથા ઓનર સંજીવ ગોયનકા સહિત ટીમના ઘણા ખેલાડીઓ હાજર હતા. ટીમની નવી જર્સી ડાર્ક બ્લૂ કલરની કરાઈ છે. નોંધનીય છે કે ગઈ સિઝનમાં જર્સીનો રંગ આછો વાદળી હતો.

​​​​​​​

ગત વર્ષથી જ IPLમાં પદાર્પણ કરનારી લખનઉ સુપર જાયન્ટ્સે તેની પ્રથમ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું, જોકે તે ટાઇટલ જીતી શકી ન હતી. હવે ટીમ તેની બીજી સિઝનમાં રમવા માટે ઉત્સુક છે. આ અંગે ટીમે તેની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સે ગત સિઝનમાં જ IPLની શરૂઆત કરી હતી.

​​​​​​​

RPSG ગ્રુપના સંજીવ ગોયનકાની માલિકી હેઠળની ટીમમાં કે.એલ. રાહુલને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેટલાક ખેલાડીઓએ પણ હાજરી આપી હતી, જર્સી લોન્ચ પહેલા કેપ્ટન કે.એલ. રાહુલ સાથે અન્ય ખેલાડીઓએ રેમ્પ વોક કર્યું હતું. લખનઉ 1 એપ્રિલના રોજ સિઝનના પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application