કૃષિ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ રહ્યો સફળ ; દર ૩૦ મીનીટે સીસ્ટમ કરે છે પાકનું પરીક્ષણ ; શેરડી, ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજીનું ઉત્પાદન કરાયુ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઇને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. ત્યારે હવે કૃષિ ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એઆઈ ટેક્નોલોજીની મદદથી પાક ઉગાડવામાં આવ્યો છે અને આ પ્રયોગ પૂરી રીતે સફળ પણ રહ્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શેરડીની સાથે ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. આમાં દરેક શાકભાજીનું આયોજન અને પાક વ્યવસ્થાપન પણ એઆઈ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞએ જણાવ્યું હતું કે વિવિધ પાકોમાં પ્રથમ વખત એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ સેન્સરની મદદથી પાક વિશે જાણવામાં મદદ મળી રહે છે. જમીનના નાઇટ્રોજન, ફોસ્ફરસ, હવાનું તાપમાન, પવનની ગતિ અને હવામાં ભેજ તેમજ હવાજન્ય રોગોની દેખરેખ માટે સેન્સર માપવા માટેની સિસ્ટમ વિકસાવામાં આવી છે.
એઆઇની સેન્સર સિસ્ટમ જમીનની ખારાશ અને ફળદ્રુપતા તપાસે છે, પાણીને માપે છે અને જમીનની વિદ્યુત વાહકતા પણ તપાસે છે જે પાકને અસર કરે છે. દર અડધા કલાકે, આ સિસ્ટમ જમીન પર, જમીનની બહાર અને હવામાં બનતી તમામ ઘટનાઓની માહિતી સેન્સર દ્વારા સેટેલાઇટને અને સેટેલાઇટ દ્વારા એઆઇ કમ્પ્યુટરને મોકલે છે. તેમાંથી, એઆઈ ખેડૂતને તેના પાક વિશે પૂરતી માહિતી પૂરી પાડે છે. આ માહિતીની મદદથી, ખેડૂતને જમીનમાં કેટલું પાણી આપવું, કેટલું ખાતર આપવું, કયા પ્રકારનું ખાતર આપવું અને તેની માહિતી મેળવે છે. એઆઈનો ઉપયોગ પહેલીવાર કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ સફળ પણ રહ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ ખેતીમાં એઆઈનો ઉપયોગ કરવાની પહેલ કરી છે અને આ અંગે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને બારામતીની ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે પ્રયોગો ચાલી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech