આધાર કાર્ડ દ્વારા પાન કાર્ડમાં બદલી શકાશે એડ્રેસ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

  • June 13, 2023 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આધારકાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવા માટે સરકારે ડેડલાઈન આપી દીધી હતી.પરંતુ બન્ને કાર્ડમાં એડ્રેસ અલગ હોવાથી લીંક કરવામાં સમસ્યા તો થતી જ હશે.આથી લોકો એડ્રેસ સરખા કરવા વિવિધ ડોક્યુમેન્ટ ભેગા કરતા હોય છે.પણ હવે આધાર કાર્ડ દ્વારા પાન કાર્ડમાં એડ્રેસ બદલી શકાશે.


આધાર કાર્ડ અને પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઓળખાય છે. તેની મદદથી તમે સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો. આ સાથે ઘણા અટકેલા કામો પણ પૂરા થઈ શકે છે.


જ્યારે PAN કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે, ત્યારે આધાર કાર્ડ UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બંનેમાં કેટલાક ફેરફારો માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.


અહીં તમે આધાર કાર્ડ અને પાન કાર્ડનું સરનામું ઓનલાઈન બદલી શકો છો. પાન કાર્ડમાં સરનામું બદલવા માટે, તમારે UTIITSLની વેબસાઇટની મુલાકાત લેવી પડશે.


અહીં તમારે PAN કાર્ડને અપડેટ અથવા સુધારવાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમારે પાન કાર્ડની વિગતો પસંદ કરીને નેક્સ્ટ પર જવું પડશે. આ પછી તમારે પાન કાર્ડ નંબર નાખવો પડશે હવે આધાર e-KYC એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે બધી માહિતી અપડેટ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.


નંબર, ઈમેલ અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત રહેશે. સબમિટ કર્યા પછી તમને OTP મળશે. હવે OTP દાખલ કરીને સબમિટ કરવાનો રહેશે. જો તમે આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માંગો છો, તો તમે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application