DEOની સાયબર ક્રાઈમમાં અરજી : આધારકાર્ડનું કામ કરતી સંસ્થાએ સરકાર સાથે જ કરી છેતરપિંડી !

  • July 29, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિલ્લા પંચાયતે છેતરપિંડીની શંકાના આધારે કિટ પરત લઈ લેવા છતાં ટેકનિકલ ફ્રોડ કરી અન્ય સ્થળે કામગીરી ચાલુ રાખી




પરિશ્રમ ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સી દ્રારા સરકારી આધાર કીટ નો દુપયોગ કરી છેતરપિંડી અને કૌભાંડ આચયુ હોવાની ફરિયાદ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.



રાજકોટ જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારીએ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આધાર કાર્ડ અપડેટેશન અને એનરોલમેન્ટની કામગીરી માટે પરિશ્રમ ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ને એજન્સી તરીકે નિયુકત કરવામાં આવેલ હતી. આ એજન્સી દ્રારા શાળા પર રહીને જિલ્લા એમઆઇએસની સૂચના મુજબ કામગીરી કરવાની હોય છે તેના બદલે આધાર કીટ અન્ય સ્થળે લઈ જઈ તેના ઉપયોગથી આધાર કામગીરી કરી નિયત કરતા વધારે પૈસા વસૂલી અને સરકારમાં જમા ન કરાવવાની વાત બહાર આવતા આ એજન્સીએ છેતરપિંડી આચરી હોવાનું જણાયેલ હતું.છેતરપિંડીની આ શંકાના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એજન્સી પાસેથી આધાર કીટ પરત લઈ લીધી હતી પરંતુ આમ છતાં ૦૯૦૪૧ નંબરની આધાર કીટ અન્ય રીતે ટેકનિકલ ફ્રોડ કરીને એકિટવેટ રાખી હતી. જેમાં નાગરિકો પાસેથી વધારે પૈસા વસૂલવા ઉપરાંત નિયમો વિદ્ધના ફેરફારો આધારકાર્ડમાં કરવા જેવી છેતરપિંડી આચરી હોવાનું જણાય છે.



આ એજન્સી દ્રારા અન્ય જિલ્લામાં અને રાયમાં જ આ પ્રકારે છેતરપિંડી આચરી હોય તેવી શંકા છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ સંદર્ભે ગુજરાત સરકારના ગાંધીનગર ખાતેના પ્રાથમિક શિક્ષણ નિયામકને અલગથી પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાના આધાર એનરોલમેન્ટની કામગીરી ઓપરેટર મૈયદ જાનવી વિનોદભાઈ અને જોગલ કરણ ગોવિંદભાઈને સોંપી હતી. હાલ આ બંને ઓપરેટરો ફરજ પર નથી. જાનવી વિનોદભાઈ ૨૭ જાન્યુઆરીથી અને જોગલ કરણને ૧૩ જાન્યુઆરીથી છુટા કરેલ છે આમ છતાં આ કામગીરી પરિશ્રમ ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ મારફત થતી હોવાથી તેના માણસો કે ઓપરેટરો કાર્યરત નથી એવી કીટના નંબર કે અન્ય કીટ નો દુપયોગ કરી આધારની કામગીરી કરે છે. તેના નાણા સરકારમાં જમા કરાવતા નથી. નિયત રકમ કરતાં વધુ નાણા વસુલીને કોભાંડ કરતા હોવાની શંકા છે. હાલ આ એજન્સીની તમામ કીટ બધં કરાવીને તેનો કોન્ટ્રાકટ રદ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application