મહુવાના નેસવડ ગામે યુવાનની બોથડ પદાર્થનો ઘા ઝીંકી કરાઈ હત્યા

  • May 31, 2023 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ હત્યા કરી ફરાર : મહુવા પોલીસે નેસવડ દોડી જઇ તપાસ હાથ ધરી


મહુવાના નેસવડ ગામમાં રહેતા યુવાનને અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા મહુવા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.પોલીસે યુવાનના મૃતદેહને મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.


આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાના નેસવડ ગામે રહેતા રાજુભાઇ સુખાભાઈ જોળીયા ગત રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન તેમના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી અજાણ્યા શખ્સે હત્યા કરી અંધારામાં નાસી છૂટયો હતો


વહેલી સવારે આ બનાવની જાણ થતાં ગામના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા મહુવા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યુવાનની હત્યા કોણે કરી,શા માટે કરી તે સહિતની બાબત અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application