બાર્બી ડોલ જેવી દેખાવા માટે મહિલાએ ખર્ચ્યા 82 લાખ રૂપિયા !

  • May 26, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુંદર દેખાવું કોને ન ગમે. આજકાલ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે કોઈથી ઓછો ન દેખાય. છોકરીઓની આ બાબતે તો વાત જ ન કરિ શકીએ. ઘણી છોકરીઓ બાર્બી જેવી દેખાવાની ખૂબ જ શોખીન હોય છે.


પરંતુ એક મહિલાએ પોતાનો શોખ પૂરો કરવા માટે કંઈક એવું કર્યું, જે જાણીને તમે પણ ચોંકી જશો. હા! ઓસ્ટ્રેલિયાના ક્વીનલેન્ડની જેઝમીન ફોરેસ્ટને બાર્બી ડોલ જેવી દેખાવાનો ક્રેઝ હતો.

25 વર્ષની જેઝમિને જલ્દી જ તેની બાર્બી ડોલ બનવાનો શોખ પૂરો કર્યો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેણે આ કામ માટે 82 લાખ રૂપિયા ખર્ચ્યા છે. મહિલાએ કહ્યું કે આ પરિવર્તને તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું.

જાઝમિને 18 વર્ષની ઉંમરે બ્રેસ્ટ ઓગમેન્ટેશન કરાવ્યું હતું અને ગયા વર્ષે લોસ એન્જલસમાં રજાઓ ગાળતી વખતે તેણે ફરીથી આ સર્જરી કરાવી હતી. તેણે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે બીજી અનેક પ્રકારની સર્જરી પણ કરી છે.


ઉપરાંત હજુ જાઝમીન પાસે ડ્રીમ સર્જરીની આખી યાદી છે. તેનું માનવું છે કે આ બદલાવ પછી લોકો તેની સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે. તેણી કહે છે કે જ્યારે તેણીએ સર્જરી વિશે વિચાર્યું ત્યારે તે ટીનેજર હતી. પછી મને સમજાયું કે મારે મારા શરીર પર થોડા પૈસા ખર્ચવા જોઈએ. દરેક સર્જરી પછી, લોકો, પછી તે પુરુષો હોય કે સ્ત્રીઓ, મારી સાથે સારી રીતે વર્તન કરવા લાગ્યા.


જાઝમિને જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેના લિપ ફિલર કરાવ્યા હતા. નિયમિત બોટોક્સથી, તેના ગાલ અને જડબુ પણ અલગ દેખાવા લાગ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application