"અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે..", રાજકોટ ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયેલી કવિતાએ જગાડી ચર્ચા

  • August 24, 2023 12:22 PM 

"અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે..", રાજકોટ ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયેલી કવિતાએ જગાડી ચર્ચા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૌભાંડો પર વાયરલ થયેલી કવિતા બાદ રાજકોટ શહેરમાં વધુ એક કવિતા વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોના સોશિયલ મીડિયાના ગ્રુપમાં છેલ્લા કેટલાય દિવસથી એક કવિતા ફરતી થઈ છે જે ચર્ચાનો વિષય બની છે. આ કવિતામાં મુખર્જી અને દિન દયાળજીના બંધારણની રચનામાં ખામી હશે તેવું કહેવામાં આવ્યું છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કવિતા આ મુજબ છે


કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં.. 

જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય.. 

નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે.. ગુરુના ચેલા ચાલી જાય છે..

સાચા કદ મુજબ વેતરાય જાય છે. કામ કરનારની કોઇ કદર નથી..

અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. 

સમય એ પણ હતો, જ્યારે મહાદેવને પગે લાગતા..

આજે મામાના ભાણા બનવું પડે છે. 

સાચા કદ મુજબ વેતરાય જાય છે. સમય આમ જ ચાલ્યો જાય છે..


જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું..

સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..

જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..

સાબિત થઈ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..

જૂનું થઇ ગયું...... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો..

સાબિત થઇ ગયું કે મારા હોય કે ........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એ જ ચાલી જાય..

જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..

સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી" મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી જાય છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application