ઓનલાઈન ઓર્ડર કરેલ પાર્સલ માંથી નીકળ્યો સાપ, ઘરના લોકોના ઊડ્યાં હોશ !

  • June 20, 2024 11:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં ઘણું બધું બદલાઈ ગયું છે. જ્યાં પહેલા નાની-નાની વસ્તુઓ ખરીદવા બજારમાં દોડવું પડતું હતું, હવે આંખના પલકારામાં સામાન તમારા ઘરે પહોંચી જાય છે. ડિલિવરી બોય તમારી જરૂરી વસ્તુઓ તમારા ઘરે લાવે છે. જો કે સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આવી વસ્તુ ડિલિવરી બોક્સમાં ઘરે પહોંચી શકે છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે તે કંઈક બીજું હતું, પરંતુ પેકેજમાં એક ઝેરી સાપ ઘરે પહોંચ્યો હતો.


વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ ડિલિવરી પેકેટ ગુલાબી ડોલમાં રાખવામાં આવ્યું છે. આ પેકેટ પર કાળી સીલ પણ છે. આ ઉપરાંત તેમ જોવા મળે છે ડોકિયું કરતો એક ભૂરા રંગનો સાપ. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મહિલાએ પેકેટ મંગાવ્યું હતું, જેમાં એક્સ બોક્સ કંટ્રોલર હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તેની અંદર એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો.


વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કહેવામાં આવ્યું છે કે ઓર્ડર સરજાપુર રોડ પરના એક ઘરમાં ગયો હતો. સાપ ટેપ સાથે અટવાઈ ગયો હોવાથી તેને કોઈ નુકસાન થઈ શક્યું ન હતું, પરંતુ આ નજારો ચોક્કસપણે ડરામણો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application