વિધિના બહાને રૂ.૩.૨૧ લાખની છેતરપિંડી કરનાર શખસ ઝડપાયા

  • December 11, 2023 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગાઇ કરવી હોય તો વિધી કરવી પડશે કહી આધેડ પાસેથી રોકડ અને દાગીના સહિત રૂ.૩.૨૧ લાખની મત્તા લઇ એક ગઠિયો નાસી ગયો હોવાની કોટડા સાંગણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.જે અંગે પોલીસ તપાસ હાથ ધરી છેતરપિંડી કરનાર જસદણના શખસને ઝડપી લઇ તેની પાસેથી રોકડ,દાગીના અને બાઇક સહિત રૂ.૩.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ,આરોપીએ ફરિયાદીને પોતાનું નામ હરિભાઇ(રહે.જસદણ) હોવાનું જણાવી ફરીયાદીને પોતાના ભાઈ ભાવેશ ઉર્ફે જીગો જેની સગાઈ થતી ન હોય અને જો સગાઇ કરવી હોય તો એક વિધી કરવી પડશે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમા લઈ તેની પાસેથી રૂ.૫૧,૦૦૦ રોકડા તથા ૫ તોલાનો સોનાનો હાર મળી કુલ રૂ. ૩,૨૧,૦૦૦ નો મુદામાલ વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી લઇ નાસી ગયો હતો.આ અંગે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


છેતરપિંડીના આ બનાવને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ કોટડા સાંગાણી પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ આર.કે.ગોહિલની રાહબરીમાં સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપી તથામુદામાલ બાબતે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સના માધ્યમથી તેમજ પોકેટ કોપ તથા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તપાસ કરતા હકીકત મળેલ કે આ કામે ગુન્હો કરનાર આરોપી જીવણભાઇ રામભાઇ આંકોલીયા (ઉ.વ ૩૯ રહે.જસદણ વીછીયા રોડ તાલુકા પંચાયત પાછળ,જસદણ) અને તે મુદામાલ રોકડ-દાગીના તથા મોટર સાઇકલ સાથે જસદણથી ગોંડલ તરફ જતો હોવાની હકીકત મળતા જેથી વોચ ગોઠવી આરોપી જીવણભાઈ રામભાઈ આંકોલીયાને ઝડપી લીધો હતો. પાોલીસે આરોપી પાસેથી રોકડ રૂપીયા ૫૧,૦૦૦, સોનાનો ૫ તોલાનો હાર કી.રૂ. ૨,૭૦,૦૦૦, બાઇક સહિત રૂ. ૩,૫૧,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે,આરોપી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને તાંત્રીક વિધી કરવાના બહાને વિશ્વાસમાં લઈ લોકો પાસેથી રોકડ રકમ તથા સોનાના દાગીના પડાવે છે. આરોપી સામે અગાઉ આટકોટ પોલીસ મથકમાં છેતરપિંડીનો, અમરેલીના લાઠીમાં ચોરી અને વંડા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application