ભાવનગરના મોતીતળાવમાં થી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

  • July 11, 2023 12:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ,કાર મળી કુલ રૂ.૨,૦૪,૧૦૮ નો મુદ્દામાલ  કબ્જે લીઘો


ભાવનગર શહેરના મોતી તળાવ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન બાતમી મળતા તુરતજ મોતીતળાવ મોગલમાંના મંદિર તરફ વોચ ગોઠવી ત્યારે પસાર થઇ રહેલ કાર નંબર GJ-01-HL-6390 ને અટકાવી તલાસી લેતાં વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉવ.-૪૮ ને ૩૬૦ વિદેશી દારૂ કાર મળી કુલ રૂ.૨,૦૪,૧૦૮ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ભયલુભા ગોવિંદસિંહ ગોહિલ,મયુરસિંહ ઝાલા હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવેલ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application