સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માનવતાને શર્મસાર કરે તેવી હકિકત સામે આવી છે. ઘટના એવી છે કે, માતાનો મિત્રએ જ સગીર વયની દીકરી પર ખરાબ નજર બગાડી હતી. હેવાન બની સગીરા સાથે ન કરવાનું કરતો હતો. સગીરાને દારૂ પીવડાવી બેલ્ટ માર મારતો અને બાદમાં દુષ્કર્મ આચરતો હતો. આ નરાધમ તમામ હદ પાર કરી જતા આખરે કંટાળીને સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છૂટાછેડા થતા માતાએ બીજા લગ્ન કર્યા
સગીરાની માતાએ છૂટાછેડા લીધા પછી બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજા પતિને ગુનામાં સજા થતાં તેને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો. આ મુશ્કેલ સમય દરમિયાન માતાએ હિંમત ન હારી પોતાનાં દીકરી માટે સંઘર્ષ કરી રહી છે. માતાના પતિના મિત્ર તરીકે ઓળખાતા કેતન પરમાર આ સંજોગોમાં અવારનવાર તેના ઘરે આવતો અને કુટુંબ સાથે સંબંધો ગાઢ બનાવવાનો પ્રયાસ કરતો હતો.
પીડિતા વિરોધ કરતી તો બેલ્ટથી મારતો
આ નરાધમની ઘરમાં અવર જવર વધી જતાં તેની નજર ઘરની દીકરી પર ગઈ હતી. જે બાદ આરોપી માટે પીડિતાની ઘરે એકલતાનો ફાયદો ઉઠાવાનું એક માધ્યમ બની ગયું હતું. જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો. એકવાર આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો. પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં વારંવાર ધમકી આપી તેમની સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો.
અંતે પીડિતા આવા અત્યાચારથી કંટાળી
અવારનવાર આ ઘટનાથી ત્રાસી ગયેલી પીડિતાએ પોતાની ઉપર ગુજારવામાં આવેલા તમામ ત્રાસ અંગેની વાત માતા સાથે કરી. આખરે માતા પણ હિંમત બતાવીને દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી લીધી હતી.
પોક્સો એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ
આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે અને પીડિતાના નિવેદનને આધારે કડક પગલાં લેવા તૈયાર છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂન 2022થી આરોપી પીડિતાના ઘરે આવતો હતો અને ત્યારથી જ આ અત્યાચારનો સિલસિલો ચાલી રહ્યો હતો. જ્યારે પ્રથમવાર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યારે તેની ઉંમર 16 વર્ષ હતી હાલ તેની ઉંમર 18 વર્ષ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech