મહુવા : ચિકારા હરણના શિકાર મામલે એક શખ્સને ત્રણ વર્ષનો કારાવાસ

  • March 11, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મહુવા એડીશનલ જ્યુડીશીયલ કોર્ટનો ચુકાદો

૨૦૧૦માં ચિકારના અવશેષ મળી આવ્યા બાદ ગુનો દાખલ થયો હતો


મહુવાના નાના આસરાણા ગામે વન વિભાગે ચિકારાના અવશેષો બરામત કરી એક શખ્સ સામે ગુનો દાખલ કરાવી ધરપકડ કરી લીધી હતી. ઉક્ત કેસ મહુવા ન્યાયલયમાં ચાલી જતા ન્યાયમૂર્તીએ આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી.


મહુવા તાલુકાના નાના આસરાણા ગામે વર્ષ ૨૦૧૦માં એક ખેડુતની વાડી માં મૃત ચિકારા હરણના અવશેષો હોવાની બાતમીના આધારે મહુવા વનવિભાગ દવારા સ્થળ તપાસ કરતા ત્યાં મળી આવેલ અવશેષો પરથી સુમરા ઈલ્યાસ સમા ઉર્ફે મુન્નો ઇલ્યાસ સમા રહે. નાના આસરાણા વાળાને વન વિભાગે અટક કરી તેના વિરૂધ્ધ મળેલા પુરાવાઓના આધારે કેસ દાખલ કર્યો હતો.ઉક્ત કેસ મહુવાના એડી.જયુડી મેજી. વિપ્લવ એચ તરૈયાની કોર્ટમાં 

ચાલી જતા આરોપીને ગુના માટે પુરતા ઘેરાવાઓના આધારે તકસીરવાન ઠેરવી સરકારી વિકલ પીબી બારીયાની દલીલોને ગ્રાહય રાખીને આરોપી સુમરા ઈલ્યાસ સમાને ૩ વર્ષની સાદી કેદ તથા રૂા.૧૦ હજાર દંડની સજા ફટકારી હતી. શેડયુલ ૧ની શ્રેણીમાં આવતા ચિકારાના શિકાર મામલે મહુવા કોર્ટ દવારા વન્ય જીવોના રક્ષણ બાબતે સારો કહી શકાય તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application