ચિત્તલ લાતી બજારમાં આવેલ ત્રણ લાકડાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી, કારણ અકબંધ

  • June 03, 2023 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના ચિતલ શહેરમાં આવેલ લાતી બજારમાં આગની ઘટના સામે આવી હતી અચાનક જ આગ લાગવાને કારણે દોડધામ મચી ગઈ હતી.આ અંગે અમરેલી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
​​​​​​​
ચિતલ શહેરમાં આવેલ લાતી બજારની એક સાથે ત્રણ લાકડાના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેને લઈને ભારે આગ ભભૂકી ઉઠી હતી.આ બનાવને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગે અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયરના બે બાઉઝર સાથે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આગ લાગવાને કારણે એક ગોડાઉનની છત પણ ધરાશાયી થઇ હતી.જોકે કોઈ જાનહાનિ થઇ ન હતી.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
.આ બનાવને લઈને તપાસ બાદ વધુ વિગતો સામે.આવશે તેમજ આ આગ લાગવાનું કારણ હજુ સુધી અંકબંધ છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application