જસદણના રાણીંગપરની વાડીમાંથી ૧૧૪ કિલો ગાંજાના વાવેતર સાથે ખેડૂત ઝડપાયો

  • December 01, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના રાણીંગપર ગામની સીમમાં ગાંજા વાવેતરની બાતમીના આધારે એસઓજી પોલીસે ત્રાટકીને ૧૧૬ કિલોથી વધુ ગાંજા વાવેતર સાથે ખેડૂતને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગાંજાની કિંમત ૧૧॥ લાખથી વધુ થવા જાય છે. 
આ અંગેની વિગત મુજબ,  એસ.ઓ.જીના સ્ટાફ  જસદણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ કાળુભાઇ ધાધલ, અમીતદાન સુ‚ને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, બાબુ તળશીભાઇ સોમાણી (રહે. રાણીંગપર)ને રાણીંગપર ગામની સીમમાં આવેલ વાડી(ખેતર)માં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદકપદાર્થ (ગાંજા)ના છોડનુ વાવેતર કરેલ હોવાની હકિકત મળેલ હોય, જે હકિકતના આધારે રેઈડ કરીને આરોપી બાબુ તળશીભાઇ સોમાણીને તેની વાડીમાં ગાંજાના છોડના વાવેતરનો જથ્થો ૧૧૬.૪૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૧૧,૬૪,૦૦૦ સાથે ઝડપી પાડી ભાડલા પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
​​​​​​​
આ કામગીરી જસદણ સર્કલ પો.ઇન્સ. એચ.એન.રાઠોડ તથા એસ.ઓ.જી શાખાના આઈ/સી પો.ઇન્સ બી.સી.મિયાત્રાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ અતુલભાઇ ડાભી, પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, અરવિંદભાઇ દાફડા, પો.કોન્સ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઇ ધાધલ તથા અમીતદાન ગઢવી, ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર વગેરેએ બજાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application