ચોટીલાના ભોજપરીની સીમમાં ૭ કિલોથી વધુ લીલા ગાંજા સાથે ખેડૂતને ઝડપી લીધો

  • August 10, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા પંથકમાં ગાંજાનાં વાવેતર કરનાર ભોજપરી ના ખેડૂતને સુરેન્દ્રનગર એસ ઓ જી પોલીસે પકડી પાડતા પોલીસ પેટ્રોલીંગ અને તેમના ડી સ્ટાફ સામે સવાલો ઉભા થયા છેમળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાનાં ભોજપરી ગામની સીમમાં એક વાડીમાં લીલા ગાંજા નું વાવેતર હોવાની હકિકત એ ઓ જી બ્રાન્ચ ને મળી હતી ખરાઇ કરી પંચો સાથે જીલ્લા ની ટીમે દરોડો પાડી ૭૧ છોડનો જથ્થો પકડી પાડ્યો હતો.
​​​​​​​
પોલીસે સીમ વિસ્તારમાં ગાંજો સોધવા માટે કમર કસી હતી અને આરોપી એવા ગુંદા ગામના હાલ ભોજપુરી સીમ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કેહાભાઈ મકવાણા જાતે ત. કોળી ને તેની વાડીમાં ગેર કાયદેસર લીલા ગાંજાનું વાવેતર કરેલ હતું જેનું પંચનામું સહિત છોડની હાઈટસ લંબાઇ પોહળાઇ સહિતની કામગીરી સાથે ૭.કિલો ૪૭૦ ગ્રામ વજનનાં રૂ. ૭૪.૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા નાની મોલડી પોલીસને સોંપી આરોપી સામે એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરવા ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.
અંત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચોટીલાનાં જુદા જુદા વિસ્તાર માંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાઇ ચુકેલ છે ત્યારે ઠાંગા વિસ્તારમાં પણ દેશી તથા ઇંગ્લીશ દારૂ, જુગાર જેવી બદીઓ પણ વધેલ છે અનેક સ્થળો દેશી દારુ ગાળવાનાં ધિકતા ધંધા માટે જાણીતા બનેલ છે જેની સામે સ્થાનિક પોલીસે સઘનતા દાખવવી કડક પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા સામે તવાઈ લાવવા માટે જહેમત ઉઠાવવી જોઈએ તેવું જણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application