મોરબી તાલુકા સેવાસદનમાં પાકિગમાં કાર સળગી ઉઠી, દોડધામ મચી

  • February 23, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકા સેવાસદનના પાર્કિંગમાં રાખેલ એક સ્વીફ્ટ કાર અચાનક સળગી ઉઠી હતી અને પાર્કિંગમાં રહેલી કારમાં આગ લાગતાઅફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

મોરબી તાલુકા સેવા સદનમાં પાર્ક કરેલી કાર આજે સળગી ઉઠી હતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા સેવાસદન ખાતેઅફરાતફરી મચી જવા પામી હતી સરકારી કચેરીમાં સવારે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અરજદારો હાજર હોય ત્યારે કારમાં આગલાગતા લોકોના જીવ પડીકે બંધાયા હતા કાર ખીમજી જેરામ ડાભીની હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે જેઓ કોર્ટના કામેઆવ્યા હતા અને કાર પાર્કિંગમાં રાખી હતી જે સળગી ઉઠી હતી જોકે કારમાં કોઈ હાજર ના હોવાથી જાનહાની થઇ નથી તેમજ આગઆસપાસમાં પડેલી કારમાં પણ ફેલાઈ ના હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application