બાળકની જેમ હિબકે ચડ્યો સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર..! 15 વર્ષના સંઘર્ષ બાદ ચુંટણી જીત્યો

  • May 13, 2023 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચુંટણી જીતવાથી તો ઉજવણી થાય,મીઠાઈ વેચાય છે,ફટાકડા ફોડાય,નાચગાન, ઢોલ નગારા વાગીને જીતનો જશ્ન માનવતા હોય છે.પણ કદી એવું સાંભળ્યું કે ચુંટણી જીતી જવાથી ઉમેદવાર જોર જોરથી રડ્યો હોય? યુપીમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમા કઈક એવું જ થયું.જેમાં ચુંટણીનું પરિણામ આવતા ઉમેદવારની જીત થઇ છે તેવા સમાચાર મળતા પહેલા તો તેણે વિશ્વાસ ન આવ્યો.પરંતુ હકીકત જાણતા તે ખુશીમાં બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો હતો.


યુપીમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં કાનપુરના બેગરમપુરવાના વોર્ડનો સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર અકીલ સાનુ 102ની લીડથી ચુંટણી જીત્યો છે.ચુંટણીનું પરિણામ આવતા પહેલા તો વિશ્વાસ થયો ન હતો.બાદમાં હકીકત સામે આવતા જીતની ખુશીમાં ઉમેદવાર જોર જોરથી રડવા લાગ્યો હતો.


ઉમેદવાર અકીલ સાનુ 15 વર્ષ સુધી ચુંટણી જીત માટે સંઘર્ષ કર્યો હતો.અંતે તેના સંઘર્ષનો અંત આવ્યો અને તે ચુંટણી જીતી ગયો.લોકોના વોટ જીતવા ઉમેદવારો પાણીની જેમ પૈસા વાપરે છે તેવા ઉમેદવારોને માત આપી સપાનો ઉમેદવાર અકીલ સાનુ ચુંટણી જીતી ગયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application