લાલપુર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે સાઈકલ રેલી યોજાઈ

  • April 19, 2024 10:16 AM 

''અવસર લોકશાહીનો... લોકસભા સામાન્ય ચૂંટણી-2024''

લાલપુર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે સાઈકલ રેલી યોજાઈ

જામનગર તા.18 એપ્રિલ, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે મહત્તમ પ્રમાણમાં નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચુંટણી–2024 અન્વયે મતદાર જાગૃતિ અંગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અઘિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલય ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સાઈકલ રેલીમાં અધિકારીગણ, સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અઘિકારીશ્રી, લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application