રાજકોટમાં બિહારી શખસ ૬ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

  • February 14, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જુના મોરબી રોડ પાસે આવેલા ૮૦ ફૂટ રોડ પર ઝુપડામાં રહેતા બિહારી શખ્સને એલસીબી ઝોન-૧ ની ટીમે રૂપિયા ૬૨,૨૦૦ ની કિંમત ના ૬.૨૨૦ કિ.ગ્રા ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની પૂછતાછ કરતા બિહારમાં રહેતો તેનો મિત્ર તેને ગાંજાનો આ જથ્થો આપી ગયો હોવાનું રટણ કર્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​
જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં યુવાધનમાં ડ્રગ્સ, ચરસ, ગાંજા સહિતનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોય ત્યારે આ દુષણને નેસ્ત નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને એલસીબી ઝોન-૧ ના પી.એસ.આઇ બી.વી.બોરીસાગર, એએસઆઇ આર.એચ. કોડીયાતર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી સચોટ બાદમીના આધારે ૮૦ ફૂટ રોડ પર ક્રિસ્ટલ સિટી બે સામે ઝુપડામાં રહેતા અનીશ સત્યાનારાયણસિંહ યાદવ(ઉ.વ ૨૦ રહે.ચિતરીયા ગામ બિહાર) ને પોલીસે ઝડપી લઇ તલાસી લેતા તેની પાસેથી ૬.૨૨૦ કિ.ગ્રા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો આ જથ્થો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૬૭,૨૨૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે બી.ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ગાંજા સાથે ઝડપાયેલ અનીશ યાદવ મુળ બિહારનો વતની હોય અને બિહારમાં રહેતા તેના મિત્ર કમલે તેને ગાંજાનો આ જથ્થો આપ્યો હોવાનું હાલ આરોપી રટણ કરી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application