8 અને 10 વર્ષના બાળકોએ 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો !

  • February 12, 2024 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાળકીના પિતાએ પોલીસમાં કરી ફરિયાદ ; બાળકોએ સોશિયલ મીડિયા પર અશ્લીલ કોન્ટેન્ટ જોઈ દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત 


ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ૮ અને ૧૦ વર્ષના બે બાળકોએ તેમની સાથે સ્કૂલમાં ભણતી ૫ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે. મળતી માહિતી મુજબ, બંને વિદ્યાર્થીઓએ લંચ ટાઈમ દરમિયાન છોકરીને લલચાવીને સ્કૂલની પાછળ લઈ જઈને બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. 


પીડિત બાળકી જ્યારે સ્કૂલ પછી તેના ઘરે પહોંચી ત્યારે તેણે આખી વાત તેની માતાને કહી. આ પછી, બાળકીના પિતા પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં સમગ્ર મામલો જણાવ્યો. આ વાત સાંભળીને પોલીસકર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પીડિત બાળકીની ફરિયાદ પર બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ જોયા બાદ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. 


આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કૃત્ય જિલ્લાના ધાનેપુર વિસ્તારનું છે. શુક્રવારે આરોપીઓએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પિતાએ રાત્રે ફરિયાદ નોંધાવી હતી. આ પછી, બાળકીને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે પીડિતાના કપડા પણ તપાસ માટે મોકલી આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application